________________
૧૦૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૨૩ પાળે, તે તમારી ભક્તિ પામે ભગવાનની ભક્તિ પામે, અને જગતમાં યશનો વાદ પામે આ સાધુ ભગવાનના વચનના આરાધક છે એ પ્રકારના યશના માર્ગને પામે. II3I.
ભાવાર્થ :
જે સાધુઓ સંયમ જીવનમાં શાસ્ત્રના પારને પામ્યા નથી, તેઓ જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરવા ધારે તોપણ કરી શકે નહિ અને શાસ્ત્રને સ્વમતિ અનુસાર વાંચીને સંયમની બાહ્ય ક્રિયા કરે તો પણ સ્વરુચિ અનુસાર ચાલવાનો ઉન્માદ વર્તે છે તેથી કલ્યાણના ફળને પામે નહિ, પરંતુ જે સાધુ ગીતાર્થને રત્નત્રયીનો સૂક્ષ્મ માર્ગ પૂછીને, સ્વમતિ પ્રમાણે ચાલવાનો ઉન્માદ છોડે છે અને ગીતાર્થના વચનાનુસાર ક્રિયા પાળે છે તે સાધુ ભગવાનની ભક્તિને પામે છે અર્થાત્ વીતરાગની આજ્ઞાનું પાલન કરીને વીતરાગ થવાની શક્તિનો સંચય કરે છે. વળી, જેઓ ગીતાર્થને પરતંત્ર થઈને વીતરાગ થવાની શક્તિનો સંચય કરી રહ્યા છે તેઓને જોઈને શિષ્ટ પુરુષો કહે છે કે આ મહાત્માઓ વીતરાગના ઉપાસક છે, તેથી જગતમાં તેઓનો યશવાદ પ્રાપ્ત થાય છે. ll૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org