________________
૧૦૭
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-પ/ગાથા-૨૨-૨૩
વળી, ગીતાર્થ સાધુ જિનશાસનની મેઢી છે અર્થાત્ જિનશાસનના આધારસ્તંભ છે. જેમ આધારસ્તંભ ઉપર ગૃહ આદિ ટકે છે તેમ ગીતાર્થ સાધુ ઉપર જિનશાસનનો માર્ગ ટકે છે અને જેમ આધારસ્તંભ ન હોય કે આધારસ્તંભ ભાંગી જાય તો ગૃહ આદિ વિનાશ પામે તેમ ગીતાર્થ સાધુના અભાવમાં જિનશાસન ટકી શકતું નથી. તેથી જિનશાસન વર્તી ચતુર્વિધ સંઘને માટે ગીતાર્થ સાધુ આધારસ્તંભરૂપ છે. તેમના વિના મુનિ સંયમની શ્રેણી કઈ રીતે આરોહણ કરી શકે અર્થાત્ કરી શકે નહિ.
આશય એ છે કે મુનિ ભગવાનના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને શ્રુતાનુસારી પ્રવૃત્તિથી અને શ્રુતાનુસારી ભાવોથી આત્માને ભાવિત કરીને સંયમશ્રેણીમાં ચઢે છે અને ગીતાર્થને શ્રુતનો ઉચિત બોધ છે અને ગીતાર્થની નિશ્રાના બળથી તે ગીતાર્થનો બોધ અન્ય સાધુને પણ ઉચિત પ્રવૃત્તિ કરવામાં, શ્રુતથી આત્માને ભાવિત કરવામાં અને શ્રુતથી પરિકર્મિત મતિ કરવામાં કારણ છે. તેથી ગીતાર્થ સાધુ વગર મુનિ સંયમની શ્રેણી ચઢી શકે નહિ. અને સાધુ શ્રુતાનુસારી પ્રવૃત્તિ કરીને, શ્રુતથી આત્માને ભાવિત કરીને અને શ્રુતથી પરિકર્મિત મતિ કરીને સંયમશ્રેણીમાં ચઢી શકે છે. તે સિવાય માત્ર ભિક્ષા શુદ્ધિ આદિની ક્રિયાથી સંયમશ્રેણીમાં ચઢી શકતા નથી. માટે પણ ગીતાર્થનો પ્રતિબંધ કરવો જોઈએ નહિ એમ જે કહે છે તે ઉચિત નથી. //રશા અવતરણિકા :વળી સાધુને ગીતાર્થ સાધુ કઈ રીતે ઉપકારક છે તે બતાવતાં કહે છે –
ગાથા :
ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે; પાલે કિરિયા તે તુજ ભક્તિ, પામે જગ જશવાદો રે.
શ્રીજિન ! ૨૩ ગાથાર્થ –
ગીતાર્થ સાધુને માર્ગ પૂછીને રત્નત્રયીના અનુસરણને અનુકૂળ સૂક્ષ્મ માર્ગ પૂછીને, જે સાધુ ઉન્માર્ગને છાંડી, પાળે ક્રિયા-સંયમની ક્રિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org