________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧
ઢાળ
છઠ્ઠી
(રાગ : સાંભલ રે તું સજની મોરી, રાસુડાની અથવા હિતશિક્ષાછત્રીશીની દેશી)
અવતરણિકા :
પૂર્વ ઢાળમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ગીતાર્થ સાધુની નિશ્રા વગર સંયમ શ્રેણીની વૃદ્ધિ થઈ શકે નહિ, તેથી મોક્ષના અર્થી સાધુએ સંયમ શ્રેણીની વૃદ્ધિ અર્થે ગીતાર્થ સાધુનો ત્યાગ કરવો ઉચિત નથી. હવે તે વાતને અનેક યુક્તિથી દૃઢ કરવા કહે છે
-
૧૦૯
ગાથા ઃ
પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, દસવૈકાલિક સાખી રે; જ્ઞાનવંત તે કારણ ભજિયે, તુજ આણા મન રાખી રે. સાહિબ ! સુણજો રે ૧
Jain Education International
ગાથાર્થઃ
પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા એ પ્રકારનું દશવૈકાલિકનું વચન સાક્ષી છે તે કારણે, તમારી આજ્ઞા=ભગવાનની આજ્ઞા, મનમાં રાખી જ્ઞાનવંતને ભજીએ=ગીતાર્થને પરતંત્ર થઈએ, હે સાહિબ ! સાંભળજો. |૧||
ભાવાર્થ:
દશવૈકાલિક નામના આગમસૂત્રમાં કહ્યું છે કે પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા છે. તેથી એ ફલિત થાય છે કે જેને શાસ્ત્રના મર્મને સ્પર્શે તેવું યથાર્થ જ્ઞાન નથી એવા સાધુ અગીતાર્થ છે અને એવા અગીતાર્થ સાધુ સંયમની બાહ્ય આચરણા યથાર્થ કરતાં હોય તોપણ પાંચ મહાવ્રતના પાલનના મૂળભૂત પ્રથમ મહાવ્રતરૂપ અહિંસાનું પાલન કરી શકતા નથી. પરંતુ જો તે ભગવાનના વચનના પરમાર્થને જાણનારા ગીતાર્થના વચનનું અવલંબન લઈને ગીતાર્થના વચનના નિયંત્રણથી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે તો અહિંસાનું પાલન કરી શકે, અન્યથા અહિંસા પાલન કરી શકે નહિ. તેથી અહિંસાનું પાલન કરીને વીતરાગ
For Personal & Private Use Only
www.jainelibrary.org