________________
૧૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૧૨, ૧૩થી ૧૫
ગાથાર્થ -
એહ ભેદસૂત્રના વિધિ આદિ સાત ભેદ જાણ્યા વગર, ભગત્તર પ્રમુખે કરી વિધિ આદિમાંથી જે ભાંગો પ્રાપ્ત થતો હોય તેનાથી અન્ય ભાંગાના વિકલ્પ કરી, કંખામોહ લહંત-કાંક્ષામોહની પ્રાપ્તિ થાય, એમ ભગવઈતન્ત ભગવતી તંત્રમાં ભગવતીસૂત્રમાં, ભાખ્યું છે. ll૧૨માં ભાવાર્થ -
પૂર્વ ગાથામાં વિધિ આદિ સાત ભેદોમાં સૂત્ર વિભક્ત છે તેમ બતાવ્યું. હવે જો નિયુક્તિ, ભાષ્યાદિ પ્રમાણ સ્વીકારવામાં ન આવે તો માત્ર સૂત્રના અક્ષરોને વાંચીને આ સૂત્ર કયા ભેદમાં અંતર્ભાવ પામશે તેનો સર્વ સ્થાને નિર્ણય થઈ શકે નહિ અને તે ભેદનો નિર્ણય કર્યા વગર સૂત્રને વિધિ આદિ સાત ભેદોમાં વિભાગ કરવા માટે યત્ન કરવામાં આવે તો પરમાર્થથી કોઈક સૂત્ર વિધિ આદિ જે ભેદમાં રહેલું હોય તેનાથી અન્ય ભાંગાના વિકલ્પ કરી કાંક્ષા થાય અર્થાત્ આ સૂત્ર વિધિ આદિ સાત ભેદોમાંથી આ ભાંગામાં અંતર્ભાવ પામશે કે અન્ય ભાંગામા, તે પ્રકારની આકાંક્ષાથી મુંઝવણ પ્રાપ્ત થાય એ પ્રમાણે ભગવતીસૂત્રમાં કહ્યું છે. માટે ભગવતીસૂત્રને પ્રમાણ માનનાર સ્થાનકવાસીઓએ વિધિ આદિ સાત ભેદોને યથાર્થ જાણવા માટે અને કાંક્ષામોના નિવારણ અર્થે પણ વૃત્તિ આદિને પ્રમાણ સ્વીકારી જોઈએ. //વરા અવતરણિકા :
વળી, માત્ર સૂત્રોએ જ પ્રમાણ સ્વીકારવામાં આવે અને નૃત્યાદિને પ્રમાણ સ્વીકારવામાં આવે તો સાધુને ઉચિત સ્થાને ઉચિત પ્રવૃત્તિ કરવાનો નિર્ણય થઈ શકે નહિ. માટે પણ વૃત્યાદિનું પ્રમાણ માનવી જોઈએ, તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
પરિવાસિત વારી કરી, લેપન અશન અશેષ; જિનજી! કારણથી અતિ આદર્યા, પંચકલા ઉપદેશ. જિનાજી! ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org