________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૧૩થી ૧૫ ૧૫ વર્ષાગમન નિવારિઓ, કારણે ભાખ્યું તેહ; જિનજી ! ઠાણાંગે શ્રમણી તણું, અવલમ્બાદિક જેહ. જિનજી ! ૧૪ આધાકર્માદિક નહી, બન્ધ તણો એકન્ત; જિનજી ! સૂયગડે તે કિમ ઘટે, વિણ વૃન્ત્યાદિક ત? જિનજી ! ૧૫ ગાથાર્થ :
પરિવાસિત એવા લેપ, અશન અશેષ વારી કરી=સાધુને રાત્રે વાસી રખાયેલા લેપ, આહાર વગેરે અશેષ વસ્તુ કલ્પે નહિ એ પ્રકારે નિષેધ કરી, અતિ કારણથી પંચકલ્પ ઉપદેશ અનુસાર આદર્યા છે. ।।૧૩।।
વર્ષામાં ગમન નિવારિયો=સાધુને વર્ષાઋતુમાં વિહાર નિવારણ કરાયેલો છે, કારણે તે ભાખ્યું છે=વર્ષામાં ગમન કરવાનુ ભાખ્યું છે. વળી, જે ઘણાંગસૂત્રમાં શ્રમણીતણું અવલંબનાદિ ભાખ્યું છે=અન્યત્ર સાધુને સાધ્વીનું અવલંબન આદિનો નિષેધ હોવા છતાં ઠાણાંગસૂત્રમાં અપવાદથી સાધુને સાધ્વીનુ અવલંબન આદિ સ્વીકાર્યું છે. ।।૧૪।।
વળી, સૂયગડે-સૂયડાંગસૂત્રમાં, આધાકર્મીના બંધ તણો ‘એકાન્ત નહિ' કહેલ છે. તે=ગાથા-૧૩થી અત્યાર સુધી જે અપવાદો કહ્યા તે, નૃત્યાદિના તન્ત વગર=નૃત્યાદિના આલંબન વગર, કેમ ઘટે ? અર્થાત્ નિર્ણય થઈ શકે નહિ. ।।૧૫।।
ભાવાર્થ :
અપરિગ્રહ વ્રતના રક્ષણ અર્થે સાધુને લેપ, અશન વગેરે વસ્તુઓ રાત્રિ ઓળંગીને રાખવાનો નિષેધ છે; કેમ કે સાધુ સુખ-દુઃખ આદિ પ્રત્યે સમભાવવાળા હોય છે અને ભગવાનના વચનથી આત્માને વાસિત કરીને અસંગભાવની વૃદ્ધિ કરનારા હોય છે. હવે, સાધુ શાતા અર્થે લેપ વગે૨ે ૨ાખતા થઈ જાય તો પરિગ્રહધારી બને. તેથી ભગવાને સાધુના નિષ્પરિગ્રહ ભાવ ના અતિશય અર્થે ધર્મના ઉપકરણ સિવાય કોઈ પણ વસ્તુ રાત્રે રાખવાનો નિષેધ કર્યો છે. છતાં અતિકારણ પ્રાપ્ત થાય તો પંચકલ્પભાષ્યમાં અપવાદથી તેની અનુજ્ઞા આપેલી છે; કેમ કે સાધુ વીતરાગ નથી પરંતુ વીતરાગ થવાના અર્થી છે તેથી
આમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org