________________
૧૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૯ગાથા-૧૩થી ૧૫ વીતરાગના વચનથી આત્માને ભાવિત કરવા અર્થે વીતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરીને વીતરાગ થવા ઉદ્યમ કરી રહ્યા છે. હવે જો તેવા રોગાદિને કારણે વેપાદિ વસ્તુ રાત્રે ન રાખે અને શીઘ્ર ઉપલબ્ધ ન થવાથી આત્માને તત્ત્વથી વાસિત કરવામાં કરાતી ઉચિત પ્રવૃત્તિ વ્યાઘાત પામે તો હિત થાય નહિ, તેથી તેવા સંયોગોમાં અપવાદથી લેપાદિ વસ્તુ રાખવાની પંચકલ્પભાષ્યમાં અનુજ્ઞા આપી છે.
વળી, સાધુને અહિંસા મહાવ્રતના રક્ષણ અર્થે વર્ષાઋતુમાં ગમનનો નિષેધ કર્યો છે; કેમ કે વર્ષાઋતુમાં જીવોત્પત્તિનો ઘણો સંભવ હોવાથી વિરાધના થવાનો સંભવ રહે છે. આમ છતાં અપવાદિક કારણ પ્રાપ્ત થાય તો વર્ષાઋતુમાં પણ વિહારની વિધિ કહી છે. જેમ તાપસોની અપ્રીતિના નિવારણ અર્થે વીર પ્રભુએ ચાતુર્માસમાં વિહાર કર્યો.
વળી, સાધુને બ્રહ્મચર્યની નવ વાડોના રક્ષણ અર્થે સાધ્વીનું અવલંબનાદિ અત્યંત વારણ કરેલ છે; કેમ કે વેદનો ઉદય અનાદિ ભવ અભ્યસ્ત છે. તેથી નિમિત્તને પામીને થોડો પણ રાગાદિ ભાવ થાય તો ચોથા વ્રતમાં માલિન્ય પ્રાપ્ત થાય. આમ છતાં આગાઢ કારણે ઠાણાંગસૂત્રમાં સાધ્વીતણું અવલંબનાદિ ભાખ્યું છે. દા.ત. વૃદ્ધ અર્ણિકાપુત્ર આચાર્યએ દુષ્કાળને કારણે શિષ્યોને અન્ય સ્થાને વિહાર કરાવ્યો અને પોતે એકલા રહી આરાધના કરતા હતાં. તે વખતે ધાબળ ક્ષીણ થવાથી પોતે ગોચરી માટે ફરી શકે તેવી સ્થિતિ નહોતી. ત્યારે ગુણવાન સુપરિચિત પુષ્પચૂલા સાધ્વી વડે લાવેલ નિર્દોષ પિંડને ગ્રહણ કરતા હતા.
વળી, સૂયડાંગસૂત્રમાં કોઈ સાધુ આધાકર્મી આહાર ગ્રહણ કરે તો તેમાં અનેકાંત બતાવેલ છે અર્થાત્ આધાકર્મી આહાર વાપરે તો તે સાધુને કર્મબંધ થાય અથવા કર્મબંધ ન પણ થાય. તેથી કયા સંયોગોમાં કર્મબંધ થાય છે અને કયા સંયોગોમાં કર્મબંધ થતો નથી તે ઉત્સર્ગ અપવાદને ઉચિત સ્થાને જોડવાથી થઈ શકે, અન્યથા નહિ. તે સર્વ વચનો-ગાથા-૧૩થી અત્યાર સુધી બતાવ્યા તે સર્વ વચનો, વૃત્યાદિના અવલંબન વગર કઈ રીતે ઘટી શકે ? અર્થાત્ તે તે ગ્રંથોની વૃત્યાદિ જોવામાં ન આવે તો તે કથન કઈ અપેક્ષાએ સંગત છે અને કઈ અપેક્ષાએ અસંગત છે તેનો વિશેષ નિર્ણય થઈ શકે નહીં અર્થાત્ તે વચનોનું ઉચિત સ્થાને યોજન થઈ શકે નહિ. I૧૩-૧૪-૧પII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org