________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૧૬
૧૭
અવતરણિકા :
વળી, માત્ર સૂત્રને સ્વીકારવામાં આવે અને નૃત્યાદિને ન સ્વીકારવામાં આવે તો સ્થાનકવાસીને અન્ય શું દોષ પ્રાપ્ત થાય તે બતાવે છે – ગાથા :
વિહરમાન ગણધર પિતા, જિનજનકાદિક જેહ; જિનજી !
ક્રમ વલી આવશ્યક તણો, સૂત્ર માત્ર નહી તેહ. જિનજી! ૧૬ ગાથાર્થ :
વિહરમાન વિહરમાન વીશ જિનો, ગણધરતેમના ગણધરો, પિતાવીસ વિહરમાન જિનોના પિતા, જિનના જનકાદિ=ચોવીશ તીર્થકરના જનકાદિ જે છે, વળી, આવશ્યકતણો કમ=“છ” આવશ્યકનો ક્રમ, તેહ-પૂર્વમાં વર્ણન કર્યું તે સર્વ, સૂત્ર માત્ર નહિ=એકલા સૂત્રમાં ઉપલબ્ધ નથી. તેથી નિર્યુક્તિ, ભાષ્યાદિ સ્વીકાર્યા વગર સૂત્રથી આ સર્વનો સ્વીકાર થઈ શકે નહિં. I૧૬ll ભાવાર્થ :
સ્થાનકવાસીઓ પણ વીશ વિહરમાન તીર્થકરોને સ્વીકારે છે, તેઓના ગણધરોનાં નામો, તેમના પિતાનાં નામો, વળી, વર્તમાન ચોવીશીનાં જે ચોવીશ તીર્થકર છે તેમના જનકાદિના નામો=પિતા, માતા વગેરેના નામો જે વર્તમાનમાં ઉપલબ્ધ છે તે સર્વ આગમના મૂળ સૂત્રોમાં ઉપલબ્ધ નથી પરંતુ વૃત્યાદિમાં ઉપલબ્ધ છે.
વળી, સાધુઓ અને શ્રાવકો જ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે છે તે આવશ્યકનો ક્રમ પણ સૂત્રમાં ઉપલબ્ધ નથી પરંતુ વૃત્યાદિમાં ઉપલબ્ધ છે. માટે માત્ર સૂત્રને પ્રમાણ કરવામાં આવે અને નૃત્યાદિને અપ્રમાણ સ્વીકારવામાં આવે તો વર્તમાનમાં વિહરમાન તીર્થકર આદિ સર્વ સ્વીકારાય છે તે સર્વનો સ્વીકાર થઈ શકે નહિ અને છ આવશ્યકનો ક્રમ સ્વીકારીને જે આવશ્યક ક્રિયા કરાય છે તે પણ માત્ર સૂત્રના બળથી થઈ શકે નહિ. તેથી તૃત્યાદિને પણ પ્રમાણ માનવા જોઈએ. ll૧૬ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org