________________
શ્રી સીમંધરસ્વામીનું રૂ૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૬
અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે વૃત્તિઆદિને ન માનવામાં આવે અને સૂત્રને જ માનવામાં આવે તો સૂત્રના વિરાધક થાય. ત્યાં પ્રશ્ન થાય કે અર્થને ન માને તો અર્થના વિરાધક કહી શકાય પણ સૂત્રતા વિરાધક કેમ કહ્યા ? તેથી તેઓ સૂત્રના વિરાધક કેવી રીતે છે તે ભગવતીસૂત્રના વચનથી સ્થાપન કરે છે –
ગાથા :
અક્ષર અર્થ જ એકલો, જો આદરતાં ખેમ; જિનજી
ભગવઈઅંગે ભાખિયો, ત્રિવિધ અર્થ તો કેમ? નિજી ! ૬ ગાથાર્થ :
અક્ષરનો અર્થ જ=સૂત્રના અક્ષરથી પ્રાપ્ત થતો અર્થ જ, એકલો આદરતા જો એમ થાય કલ્યાણ થાય, તો ભગવતીઅંગમાં ત્રણ પ્રકારનો અર્થ કેમ કહ્યો ? અર્થાત્ ભગવતીસૂત્રનો ત્રણ પ્રકારનો અર્થ સંગત થાય નહિ. IfIl
ભાવાર્થ -
પ્રતિમાના લોપન કરનાર સ્થાનકવાસી મૂળ આગમસૂત્રને પ્રમાણ માને છે અને સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્ય આદિને અપ્રમાણ સ્વીકારે છે તેને ગ્રંથકારશ્રી કહે છે કે સૂત્રના અક્ષરથી પ્રાપ્ત થતો એકલો અર્થ આદરવા માત્રથી જ જો કલ્યાણની પ્રાપ્તિ થતી હોય તો ભગવતીસૂત્રમાં સાધુને વાચના વખતે ત્રણ પ્રકારનાં અર્થ કરવાના કહ્યાં છે તે સંગત થાય નહિ અને ભગવતીસૂત્રને સ્થાનકવાસી પણ સ્વીકારે છે. તેથી સૂત્ર ઉપરની વૃત્તિ આદિને ન માને તો સ્થાનકવાસી ભગવતીસૂત્રના વિરાધક બને.
ભગવતીસૂત્રમાં જે ત્રણ પ્રકારનો અર્થ કહ્યો છે તે ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. Iકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org