________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-ગાથા-૭ અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે ભગવતીસૂત્રમાં ત્રણ પ્રકારનાં અર્થ આપવાનું કહ્યું છે તેથી આગમ ભણનાર સાધુને ક્રમસર આગમના ત્રણ પ્રકારના અર્થ આપવાની જે વિધિ છે તેને સ્પષ્ટ કરે છે –
ગાથા :
સૂત્ર અરથ પહેલો બીજો, નિજુતીય મીસ; જિનાજી!
નિરવશેષ ત્રીજો વલી, ઈમ ભાખે જગદીશ. જિનજી ! ૭ ગાથાર્થ :
સૂત્રનો શબ્દથી પ્રાપ્ત થતો અર્થ પહેલો અર્થાત્ પ્રથમ વાચનામાં ગુરુ શબ્દથી પ્રાપ્ત થતો અર્થ શિષ્યોને આપે, બીજો નિર્યુક્તિ મિશ્ર બીજી વાચનામાં નિર્યુક્તિથી મિશ્ર સૂત્રનો અર્થ આપે, અને ત્રીજી વાચનામાં ત્રીજો નિરવશેષ અર્થ આપે બધા નયોથી ખોલીને અર્થની વાચના આપે, એમ જગદીશ ભગવાન, ભાખે કહે છે. ll૭ll ભાવાર્થ :
યોગ્ય શિષ્ય જાણીને ગુરુ વાચના આપે ત્યારે પ્રથમ સૂત્રનો સામાન્યથી પ્રાપ્ત થતો અર્થ આપે જેને ભણીને શિષ્ય કંઠસ્થ કરે અને તે સૂત્ર અને તે સૂત્રના સામાન્ય અર્થથી યુક્ત બોધમાં શિષ્ય સ્થિર થાય પછી ગુરુ બીજી વાચના આપે જેમાં સૂત્ર ઉપર જે નિયુક્તિ છે તે નિર્યુક્તિથી મિશ્ર સૂત્રના અર્થ ભણાવે અને નિર્યુક્તિથી યુક્ત સૂત્રના અર્થને ધારણ કરીને શિષ્ય જ્યારે તે સૂત્રના અર્થને નિયુક્તિ અનુસાર યોજી શકે તેવો શક્તિ સંપન્ન થાય પછી તે સૂત્ર ઉપર ગુરુ ત્રીજી વાચના આપે જે વાચનામાં સર્વ નયોને ફલાવીને=ઘટાવીને, અર્થો કહે જેથી સર્વ નયોની દૃષ્ટિથી તે સૂત્રના યથાર્થ અર્થની શિષ્યને પ્રાપ્તિ થાય. આ પ્રકારની ત્રણ વાચનાથી સૂત્ર ઉપર ત્રણ પ્રકારના અર્થો આપવાનું ભગવતીસૂત્રમાં કહ્યું છે. માટે સૂત્રનો શબ્દથી પ્રાપ્ત થતો એકલો અર્થ સ્વીકારવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. આ રીતે માત્ર સૂત્રને સ્વીકારનાર સ્થાનકવાસી ભગવતીસૂત્રના વચનના વિરાધક છે. llણા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org