________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૮ અવતરણિકા :
અર્થ અનુસાર સૂત્ર ચાલે છે, સૂત્ર અનુસાર અર્થ ચાલતો નથી તે દષ્ટાંતથી સ્પષ્ટ કરીને સૂત્ર એકલું સ્વીકારવાથી યથાર્થ અર્થ પ્રાપ્ત થાય નહિ તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
છાયા નરચાલે ચલે, રહે વિતી તસ જેમ; જિનજી!
સૂત્ર અરથચાલે ચલે, રહે વિતી તસ તેમ. જિનજી! ૮ ગાથાર્થ :
જેમ નર ચાલે છાયા ચલે, રહે નર ઊભો રહે, તસ તેની છાયાની સ્થિતિ થાય સ્થિર થાય, તેમ અર્થ ચાલે સૂત્ર ચલે, રહે અર્થ ઊભો રહે, તેની સ્થિતિ થાય સૂત્ર સ્થિર થાય. IIટiા. ભાવાર્થ :
ભગવાને અર્થની દેશના આપી પછી અર્થ અનુસાર ગણધરોએ સૂત્રની રચના કરી. વળી, “સૂચનાત્ સૂત્ર:' એ પ્રમાણે સૂત્રની વ્યુત્પત્તિ છે તેથી સૂત્ર સૂચન માત્ર કરે છે અર્થાત્ અતિ ગંભીર પદાર્થને સંક્ષેપથી કહે છે. તેથી અર્થ
જ્યાં જતો હોય ત્યાં સૂત્રનું યોજન કરવું જોઈએ અને અર્થ નિયુક્તિ, ભાષ્યાદિથી પ્રાપ્ત થાય છે, પરંતુ સૂત્રના વચનથી અર્થ પ્રાપ્ત થતો નથી. આ વાતને સ્પષ્ટ કરવા અર્થે દૃષ્ટાંત કહે છે કે પુરુષ ચાલે તેમ પુરુષની છાયા ચાલે છે અને પુરુષ ઊભો રહે તો છાયા ઊભી રહે છે પરંતુ છાયા પ્રમાણે પુરુષ ચાલતો નથી તેમ અર્થ જે દિશામાં જાય છે તે દિશામાં સૂત્ર જાય છે અને અર્થ જે સ્થાને પોતાનું કથન કરીને ઊભો રહે છે ત્યાં સૂત્ર પણ સ્થિર થાય છે. માટે સ્ત્ર પ્રમાણે અર્થ ચાલતા નથી; કેમ કે ભગવાને અર્થની દેશના આપી તે દેશનાના અર્થને અનુસરીને સૂત્રની રચના થઈ. તેથી અર્થને સૂત્ર અનુસરે છે અને જ્યાં ભગવાનથી બતાવાયેલ અર્થ જતો નથી ત્યાં સૂત્રની પણ રચના ગણધરોએ કરી નથી. તેથી અર્થ જ્યાં સ્થિર થાય છે ત્યાં સૂત્ર પણ સ્થિર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org