________________
૧૯૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૮/ગાથા-૨૭
ગાથા :
આતમરૂપ શબ્દનય તીને, માને એમ અહિંસ;
ઓઘવૃત્તિ જોઈને લહિયે, સુખ જશ લીલ પ્રશંસ. મન. ૨૭ ગાથાર્થ :
શબ્દનય આત્મરૂપ તીને હિંસાને, માને પ્રમાદવાળા આત્માને હિંસા માને, એમ અહિંસા માને એમ શબ્દનય અહિંસા માને અપમાદવાળા આત્માને અહિંસા માને, આ વસ્તુના વિષયમાં ઓઘવૃતિને જોઈને= ઓઘનિર્યુક્તિની ટીકાને જોઈને, સુખ-ચશની લીલ-લીલાને અને પ્રશંસાને પામીએ. ર૭ll ભાવાર્થ :
શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય આ ત્રણેય નયોનો હિંસા-અહિંસાના વિષયમાં સમાન અભિપ્રાય છે અને તે ત્રણેય નય કહે છે કે ભગવાનના વચનનું અવલંબન લઈને અપ્રમાદભાવથી સ્વભૂમિકા અનુસાર ઉચિત કૃત્ય કરનાર મહાત્મા અહિંસાનું પાલન કરે છે અને ભગવાનના વચનના અવલંબનમાં પ્રમાદથી કૃત્ય કરનાર હિંસા કરે છે. જેમ કોઈ શ્રાવક ભગવાને બતાવેલ પૂજાની બહિરંગ વિધિ અને તે બહિરંગ વિધિના અનુસાર અંતરંગ વીતરાગના સ્વરૂપને અવલંબીને વીતરાગભાવ તરફ ભક્તિના અતિશય માટે યત્ન કરતા હોય ત્યારે પુષ્પાદિ જીવોની વિરાધના થતી હોય તોપણ આત્મભાવમાં જવાને અનુકૂળ અપ્રમાદભાવ વર્તતો હોવાથી પુજાની ક્રિયામાં અહિંસા છે.
વળી, કોઈ મહાત્મા ભાવથી મુનિભાવને ધારણ કરનારા હોય, તેથી પકાયના પાલનના પરિણામવાળા છે અને પડિલેહણની ક્રિયા કરતા હોય જે સાક્ષાત્ જીવરક્ષાને અનુકૂળ વ્યાપારરૂપ છે આમ છતાં પડિલેહણની ક્રિયાને અવલંબીને વીતરાગના વચનના સ્મરણપૂર્વક તે પડિલેહણની ક્રિયાના વિષયમાં અંતરંગ અને બહિરંગ ઉચિત યતનાથી યત્ન ન કરતા હોય તો તે પડિલેહણની ક્રિયામાં શબ્દાદિનય હિંસા સ્વીકારે છે; કેમ કે તે પડિલેહણની ક્રિયા દ્વારા આત્માના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org