________________
શ્રી સીમંઘરસ્વામીની 3૫0 ગાથાનાં સ્તવન ભાગ-૧ની
- સંકલના
પ્રસ્તુત સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજયજીએ ભગવાનના માર્ગનો માર્મિક બોધ થાય તે રીતે સીમંધરસ્વામી પાસે વિનંતીરૂપે સ્તવન કરેલ છે. તેમાં સૌ પ્રથમ સાધુવેશમાં રહીને જેઓ વિરુદ્ધ આચરણા કરે છે, વિરુદ્ધ પ્રરૂપણા કરે છે અને પોતે કાળને અનુરૂપ ઉચિત આચરણા કરે છે તેમ સ્થાપન કરે છે, તેનું અનેક યુક્તિઓથી નિરાકરણ કરેલ છે.
વળી, કેટલાક સાધુઓ ભગવાનના માર્ગને કઈ કઈ રીતે વિપરીત સ્થાપન કરે છે તે સર્વ સ્થાનને જુદા જુદા બતાવીને, તે સર્વ પ્રરૂપણા માર્ગવિરુદ્ધ છે, તે અનેક યુક્તિઓથી સ્થાપન કરેલ છે.
વળી, કેટલાક સાધુઓ બાહ્ય કઠોર આચારમાત્રમાં સંયમપણાની બુદ્ધિ ધારણ કરીને ક્રિયાઓ કરે છે, તેઓ પણ કઈ રીતે માર્ગમાં નથી તે યુક્તિથી બતાવેલ છે.
વળી, કેટલાક સાધુઓ આ કાળમાં ગીતાર્થ સાધુની પ્રાપ્તિ નથી તેમ માનીને એકાકી વિહાર કરે છે, તેઓની પણ તે પ્રવૃત્તિ ઉચિત નથી અને આ વિષમકાળમાં સાધુઓને શું કરવું ઉચિત છે ? તેને અનેક યુક્તિઓથી સ્થાપન કરેલ છે.
વળી, કેટલાક સાધુઓ અહિંસા પરમો ધર્મ છે એમ માનીને જિનપૂજાઆદિ કૃત્યોનો અપલાપ કરે છે અને માત્ર ઉત્સર્ગ માર્ગની સંયમની આચરણામાં જ ધર્મ જોનારા છે તેઓની પણ તે મતિ માર્ગાનુસારી નથી, તે અનેક યુક્તિઓથી ઢાળ-૮માં બતાવેલ છે.
છબસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ. વિ. સં. ૨૦૬૫, અષાઢ સુદ-૧૩
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org