________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/સંપાદિકાનું કથન જે સંપાદિડાનું કથન છે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં ખૂબ સરળ શૈલીમાં સ્તવનોની રચના કરીને આપણા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. શ્રી સીમંધરસ્વામીના ૩૫૦ ગાથાના સ્તવનમાં પૂ. ઉપા. મહારાજ શ્રી સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધમાર્ગ બતાવો.” તેઓશ્રીએ કુગુરુઓનાં અનિષ્ટ વર્તન પર સખ્ત પ્રહારો કર્યો છે. અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને મુનિઓનાં ભ્રમભર્યા વિચારો પર પણ પ્રહાર કરેલ છે. પ્રભુ આજ્ઞાના પાલન વિનાના કેવળ બાહ્યાચાર કષ્ટરૂપ છે તે દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છે કે –
“જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાએ તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢપ્રહારો રે.” પ્રસ્તુત ગ્રંથમાં પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ જેઓ આગમ વાંચી શકવાના નથી તેવા આપણને સૌને જીવનમાં પ્રાપ્ત થયા ન હોય તેવા યોગના પદાર્થોની આપણને પ્રાપ્તિ થાય તે રીતે આ ગ્રંથનું વિવેચન કરીને આપણા ઉપર ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે.
આ ગ્રંથના લખાણના કાર્યમાં છેક સાબરમતીથી વહેલી સવારે પ-૩૦ વાગે ભાઈશ્રી જિગ્નેશભાઈ હુકમીચંદજી ભંડારીએ આવીને સ્વકલ્યાણના ખ્યાલથી નોંધ તૈયાર કરેલ. તેનો સર્વને લાભ મળે તે હેતુથી ગીતાર્થ ગંગા ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથમાં ૧થી ૯ ઢાળનું પ્રકાશન કરે છે.
આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ વિદૂષી સાધ્વીજી પૂ. શ્રી ચારૂનંદિતાશ્રીજી મહારાજ સાહેબનો અને પ્રફરીડીંગના કાર્યમાં સા. પૂ. શ્રી ધ્યાનરૂચિતાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી.
ગ્રંથકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ “મિચ્છામિ મિ દુક્કમ્.”
આ સ્તવનને સંપૂર્ણ કંઠસ્થ કરીને તેનો અલ્પ પણ સ્વાદ ચાખીને મોક્ષમાર્ગની ગતિનો વેગ વધારીએ એ જ અભ્યર્થના. વિ.સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩
- મિતા ડી. કોઠારી તા. ૫-૭-૦૯, રવિવાર ૧૨, બેન્ક ઑફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org