________________
૮૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૪/ગાથા-૧૬-૧૭ શાસન સર્વ જીવોને સન્માર્ગ બતાવીને સમભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગતાનું અને અંતે મોક્ષનું કારણ બને છે. તેથી જે જે જીવોને ભગવાનના માર્ગનો વિસ્તાર પ્રાપ્ત થાય છે તે તે જીવોનું કલ્યાણ થાય છે અને તે જીવોથી અન્યના અહિતનો પરિહાર થાય છે અને સર્વ જીવોના હિતને અનુકૂળ પ્રવૃત્તિ થાય છે. તેથી ભગવાનના માર્ગના વિસ્તારથી જગતના સર્વ જીવોના હિતને અનુકૂળ એવી ઉચિત પ્રવૃત્તિની વૃદ્ધિ થાય છે અને તે ઉચિત પ્રવૃત્તિથી જેઓને જે પ્રકારનો લાભ થાય છે તેનાથી તેમને તોષ થાય છે, તેથી ભગવાનના વચન પ્રત્યેના અપ્રીતિવાળા જીવોને પણ ભગવાનના વચનના વિસ્તારથી જે લાભ થશે તેનાથી તેમને તોષ જ થાય છે. આમ છતાં તેઓની ક્ષુદ્ર પ્રકૃતિને કારણે ઉત્તમ એવા ભગવાનના માર્ગ પ્રત્યે દ્વેષ થાય છે, તેમાં ભગવાનનું શાસન નિમિત્ત નથીપરંતુ તેઓની ક્ષુદ્ર પ્રકૃતિ જ કારણ છે, તેની જેમ જે સાધુઓ ગીતાર્થોની નવી રચના જોઈને વિચારે છે કે “શ્રુતમાં કોઈ ખામી નથી માટે આ નવી રચના કરવી ઉચિત નથી.” આ પ્રમાણે વિચારીને નવી રચનાને જોઈને તેઓ પીડા પામે છે તે તેઓની અવિચારકતા છે. છતાં આ નવી રચનાથી ભગવાનનું શાસન વિસ્તાર પામશે તો તેનું ફળ સર્વ જીવોની જેમ નવી રચના પ્રત્યે દ્વેષ કરનારાઓને પણ પ્રાપ્ત થશે, તેથી તેમને પણ તોષ થશે, માટે નવી રચનામાં લેશ પણ દોષ નથી. ૧૧ાા અવતરણિકા :
ગાથા-૨માં કહેલ કે, કેટલાક અવિચારક સાધુઓ કહે છે કે “આત્મસાક્ષીકે વ્રત પાળવા જોઈએ અને સાધુઓએ ધર્મદેશના ટાળવી જોઈએ.” વળી, ગાથા-૧૦માં કહેલ કે, કેટલાક અવિચારક સાધુઓ કહે છે કે “શ્રાવકોને શાસ્ત્રના ગૂઢભાવો કહેવા જોઈએ નહિ.” વળી, ગાથા-૧૧માં કહેલ કે, કેટલાક અવિચારક સાધુઓ કહે છે કે “નવી શ્રુતની રચના કરવી જોઈએ નહિ.” એ ત્રણેય પ્રકારની વાતો ઉચિત નથી તેનું અત્યાર સુધી સ્થાપન કર્યું. હવે તે ત્રણેય વાતો કોઈક અન્ય રીતે કહે છે, તે બતાવીને તે પણ ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org