________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૭
ગાથા :
કહે કોઈક જુદી રીતે, મુનિ ભિક્ષા ભાંજે ભીતે; તે જૂઠું શુભમતિ ઈહે, મુનિ અંતરાયથી બીહે. ૧૭ ગાથાર્થ :
કોઈક અવિચારક સાધુ ઉપરમાં કહેલી ત્રણેય વાતોને જુદી રીતે કહે છે. જુદી રીતે શું કહે છે ? તે સ્પષ્ટ કરવા કહે છે. ભીતે=ધર્મદેશના આદિની પ્રવૃત્તિથી પોતે સાધુને અશુદ્ધ ભિક્ષા આપશે તો પોતાને પાપ લાગશે એ પ્રકારના ભયથી, મુનિ ભિક્ષા ભાંજે=સાધુની ભિક્ષાની દુર્લભતા થશે. તેને ગ્રંથકાર કહે છે, તે જુઠું=કોઈક જે કહે છે તે ખોટું છે. કેમ ખોટું છે ? તેથી કહે છે. મુનિ શુભમતિને ઈહે=ઈચ્છે છે, અંતરાયથી બીહે=ડરે છે. ||૧૭||
૮૧
ભાવાર્થ :
લોકો ધર્મદેશના સાંભળવા આવે તો ઉપદેશક સંસારનું સ્વરૂપ બતાવીને યોગ્ય જીવોને ધર્મ અભિમુખ કરે છે અને ધર્મને અભિમુખ થયેલા જીવો ધર્મની પૃચ્છા કરે ત્યારે, ઉપદેશક શુદ્ધ સાધુ ધર્મની પ્રરૂપણા કરે છે અને તે પ્રરૂપણાને સામે રાખીને કોઈ કહે છે કે “શ્રાવકોને ધર્મના શુદ્ધ આચારોની દેશના આપવાથી સાધુને અશુદ્ધ ભિક્ષા આપવામાં પોતાને પાપ લાગશે એ પ્રકારના ભયથી શ્રાવકો સાધુ અર્થે જે ભિક્ષા આદિની પ્રવૃત્તિ કરે છે તે ક૨શે નહિ, તેથી મુનિને ભિક્ષા દુર્લભ થશે.”
વળી, કોઈ કહે છે કે શ્રાવકોને ગૂઢભાવો સમજાવવામાં આવે તો કઈ ભિક્ષા દોષિત છે અને કઈ ભિક્ષા દોષિત નથી ઇત્યાદિ શાસ્ત્રોના ગૂઢભાવોને જાણીને શ્રાવકો અશુદ્ધ ભિક્ષા આપવામાં પોતાને પાપ લાગશે એ પ્રકારના ભયવાળા થશે, તેથી સાધુની ભિક્ષા ભાંગશે.
વળી, શાસ્ત્રની જે નવી રચનામાં સાધુ ધર્મની પ્રરૂપણા અને સાધુના નિર્દોષ આચારનું વર્ણન આવશે, તે વાંચીને શ્રાવકને ભય થશે કે “સાધુ અર્થે આપણે ભિક્ષા કરીશું તો આપણને દોષ લાગશે” તેથી સાધુને ભિક્ષાનો ભંગ
થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org