________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૧૭-૧૮ આ પ્રકારે કોઈક જુદી રીતે કહે છે અર્થાત્ પૂર્વમાં જે કથનો હતા તેના કરતાં તે ત્રણેય કથનો કોઈ જુદી રીતે કહે છે. તેને ગ્રંથકાર કહે છે. આ કોઈકનું કથન જુદું છે, કેમ કે મુનિ શુભમતિને ઇચ્છે છે અને અંતરાયથી ડરે છે અર્થાત્ મુનિ ધર્મદેશના આપીને શ્રાવક ઉચિત વિવેકવાળા થાય અને આત્મકલ્યાણ કરે તેવી શુભમતિને ઇચ્છે છે. વળી, પ્રજ્ઞાવાળા શ્રાવક શાસ્ત્રના ગૂઢભાવોને જાણે અને ઉચિત પ્રવૃત્તિ કરીને આત્મહિત સાધે એ પ્રકારની શુભમતિને ઇચ્છે છે અને શ્રાવકો કે સાધુઓ શ્રુત સમુદ્રમાં પ્રવેશ કરવાના સામર્થ્યવાળા થાય તે શુભમતિથી સાધુ આ નવી રચના કરે છે; પરંતુ ધર્મદેશના સાંભળીને સાધુની ભિક્ષા ભાંગે તેવા આશયથી ઉપદેશ આપતાં નથી કે શ્રાવકોને ગૂઢભાવો કહેતા નથી કે જેથી તેમને અંતરાય કર્મ બંધાય. વળી અવતરણિકા -
પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે મુનિ દેશના આદિની પ્રવૃત્તિ કરે છે, તેમાં શુભમતિને ઈચ્છે છે અને અંતરાયથી ડરે છે. તેથી હવે મુનિની દેશના આદિની ત્રણેય પ્રકારની પ્રવૃત્તિમાં કઈ રીતે શુભમતિ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
જે જન છે અતિપરિણામી, વલી જેહ નહિ પરિણામી;
તેહને નિત્યે સમજાવે, ગુરુ કલ્પવચન મન ભાવે. ૧૮ ગાથાર્થ:
જે જન છે અતિપરિણામી છે જે શ્રાવકો અતિપરિણામી છે સર્વત્ર અપવાદમાર્ગનો આશ્રય કરનારા છે અર્થાત ઉત્સર્ગ સ્થાનમાં પણ અપવાદનો આશ્રય કરનારા છે અને જેઓ અપરિણામી છે સર્વત્ર ઉત્સર્ગમાર્ગનો આશ્રય કરનારા છે અર્થાત્ અપવાદ સ્થાનમાં પણ ઉત્સર્ગનો આશ્રય કરનારા છે, તેહને ગુરુ=અતિપરિણામી અને અપરિણામી બન્નેને, ગુરુ નિત્યે સમજાવે અર્થાત્ તેઓ પરિણામી બને તે રીતે સમજાવે, આ પ્રકારનું કલ્પવચન=કલ્પભાષ્યનું વચન, મનને ભાવે છે. IIkI.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org