________________
૧૩૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-કોંગાથા-૨૨-૨૩ અવતરણિકા :
ગાથા-૧૯/૨૦માં અગીતાર્થ દેશઆરાધક સાધુ કેવા છે તે બતાવ્યું. ગાથા-૨૧માં અગીતાર્થ સર્વઆરાધક કેવા છે તે બતાવ્યું. હવે સર્વવિરાધક સાધુ કેવા છે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
જે તો હઠથી ગુરુને છાંડી, ભગ્નચરણપરિણામ રે; સર્વઉધમે પણ તસ નિશ્ચય, કાંઇ ન આવે ઠામ રે.
સાહિબ ! ૨૨ ગાથાર્થ :
જે તો હઠથી જે સાધુ હથી, ગુરુને છાંડે છે તેઓ ભગ્નચરણ પરિણામવાળા છે ચારિત્રના પરિણામ વગરના છે. તેમનો સર્વ ઉઘમ પણ તેવા સાધુનો સંયમની બાહ્ય આચરણાનો સર્વ ઉધમ પણ, નિશ્ચયનયથી કાંઈ સ્થાનમાં આવે નહિ–આત્મકલ્યાણ માટે કંઈ પ્રાપ્ત થાય નહિ. IFરશાં ભાવાર્થ -
જે સાધુ નિર્દોષ ભિક્ષાચર્યાદિ બાહ્ય આચારમાં બદ્ધ રુચિવાળા છે પરંતુ ગુણવાન ગુરુના ઉપદેશને ગ્રહણ કરવા તત્પર નથી અને પોતાની હઠથી ગુણવાન ગુરુને છાંડે છે તેઓ અસદ્ગહથી દૂષિત મતિવાળા અને કદાગ્રહવાળા હોવાથી ચારિત્રના ભગ્ન પરિણામવાળા છે. તેવા સાધુ ગીતાર્થને છોડીને સ્વમતિ પ્રમાણે વિચરતા હોય, સર્વ ઉદ્યમથી નિર્દોષ ભિક્ષાચર્યા કરતા હોય, માસક્ષમણ આદિ તપની આરાધના કરતા હોય તોપણ નિશ્ચયનયની દૃષ્ટિથી તેઓની આચરણા મોહના નાશનું લેશ પણ કારણ બનતી નથી. તેથી યોગમાર્ગની આરાધનાના ફળને તેઓ પામતા નથી, માટે આવા સાધુ સર્વવિરાધક છે. રશા અવતરણિકા :
ગાથા-૧૯થી ૨૨ સુધી જેઓ ગીતાર્થ નથી તેમાં દેશઆરાધક કોણ છે, સર્વઆરાધક કોણ છે અને સર્વવિરાધક કોણ છે તે બતાવ્યું. હવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org