________________
૧૩૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-ગાથા-૨૩-૨૪ અગીતાર્થ સાધુમાં જે સર્વવિરાધક છે અને જે દેશઆરાધક છે તેને ‘પંચાલક ગ્રંથના વચનથી સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા :
આણારુચિ વિણ ચરણ નિષેધું, પંચાલ હરિભદ્દ રે;
વ્યવહારે તો થોડું લેખે, જેહ સક્કારે સબૈ રે. સાહિબ ! ૨૩ ગાથાર્થ -
આજ્ઞાની રુચિ વગર=ભગવાનના વચનને પરતંત્ર થવાની બળવાન રુચિ વગર, પંચાશકમાં પૂજ્ય હરિભસૂરિજીએ ચરણનો નિષેધ કરેલ છે. વળી જે સાધુ સંઘને=આગમને સત્કારે છે સ્કૂલથી આગમના વચનને અનુસરે છે, તેની પ્રવૃત્તિ વ્યવહારનયથી થોડી લેખે લાગે. રિક્ષા ભાવાર્થ :
જેઓને આત્મકલ્યાણ કરવાની ઇચ્છા છે, આમ છતાં સર્વજ્ઞના વચનને પરતંત્ર થઈને યોગમાર્ગની પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ નથી, પરંતુ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાની રુચિ છે તેવા સાધુઓ શાસ્ત્રવચનને અવલંબીને બાહ્ય પિંડવિશુદ્ધિ આદિ ક્રિયાઓ કરતાં હોય તોપણ, “ગુણવાનને પરતંત્ર થવું' ઇત્યાદિ સ્થાનોને અવલંબી સર્વજ્ઞની આજ્ઞાની રુચિ કરતા સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાની અધિક રુચિવાળા છે. આવા સાધુઓમાં પૂજ્ય હરિભદ્રસૂરિજીએ પંચાશક ગ્રંથમાં ચારિત્રનો નિષેધ કરેલ છે.
વળી, અગીતાર્થ સાધુઓમાં જેઓ શબ્દનેત્રશાસ્ત્રવચનને ઓઘથી સત્કારે છે, શાસ્ત્રવચન અનુસાર પિંડવિશુદ્ધિ આદિમાં યત્ન કરે છે, પરંતુ અજ્ઞાનને કારણે ગુણવાન ગુરૂના પારતંત્રનો ત્યાગ કરે છે, આમ છતાં પ્રકૃતિ ભદ્રક છે તેવા સાધુઓની સંયમની બાહ્ય આચરણા વ્યવહારનયથી થોડી લેખે લાગે છે, અર્થાત્ ભદ્રક પ્રકૃતિવાળા સાધુ દેશથી આરાધક છે, પણ ચારિત્રી નથી. ૨૩ અવતરણિકા :
પૂર્વની ગાથામાં સ્થાપ્યું કે જેઓ ગીતાર્થ ગુરુને છોડીને સ્વમતિ અનુસાર સંયમની બાહ્ય ક્રિયા કરે છે, તેઓમાં ચારિત્ર નથી. ત્યાં પ્રશ્ન થાય કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org