________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૨૪-૨૫
અંગારમર્દક આચાર્ય અજ્ઞાની હતા છતાં તેઓને ગુણનિધિ જાણીને તેમને પરતંત્ર રહેનાર શિષ્યોમાં શાસ્ત્રકારોએ ચારિત્ર સ્વીકાર્યું છે. તેમ સુગુરુને પણ કુગુરુ જાણીને કોઈ છોડે તો તેમાં ચારિત્ર કેમ નથી એ પ્રકારની શંકા કરીને ગાથા-૨૪/૨૫થી સમાધાન કરે છે -
૧૩૬
51121 :
શિષ્ય કહે જો ગુરુ અજ્ઞાની, ભજતાં ગુણનિધિ જાણી રે; જો સુવાસના તો કિમ ત્યજતાં, તેને અવગુણ જાણી રે ? સાહિબ ! ૨૪ ગુરુ બોલે શુભ વાસન કહિયે, પન્નવણિજ્જસ્વભાવ રે; તે આયત્તપણે છે આયેં, જસ મન ભદ્રક ભાવ રે.
સાહિબ ! ૨૫
ગાથાર્થ ઃ
શિષ્ય કહે=શિષ્ય પ્રશ્ન કરે છે, જો ગુણનિધિ જાણીને અજ્ઞાની ગુરુને ભજતાં સુવાસના છે=ગુણવાનને પરતંત્ર થવાની સુવાસના છે, તો તેને=ગુણનિધિ એવા ગુરુને અવગુણી જાણીને ત્યાગ કરતા સાધુમાં સુવાસના કેમ નથી ? અર્થાત્ અયોગ્યનો ત્યાગ કરવાની સુવાસના છે તેમ માનવું જોઈએ. ।।૨૪।।
ગુરુ બોલે=ગુરુ જવાબ આપે છે, પ્રજ્ઞાપનીય સ્વભાવ હોય તો શુભવાસના કહેવાય. તે પ્રજ્ઞાપનીય સ્વભાવ આધમાં=અજ્ઞાની ગુરુને ગુણનિધિ જાણીને ભજતાં એવા સાધુમાં, આયત્તપણામાં છે=ગુણવાનને પરતંત્ર થવાના સ્વભાવમાં છે, જેનું મન ભદ્રક ભાવવાળું છે. II૫ાા ભાવાર્થ :
શિષ્ય કહે છે કે ‘અંગારમર્દક ગુરુ અજ્ઞાની હતા છતાં તેમના પાંચસો શિષ્યો, તે અજ્ઞાની ગુરુને ગુણનિધિ જાણીને સેવતા હતા. તેથી તેમનામાં ગુણવાનને પરતંત્ર થવાની સુવાસના છે તેમ સ્વીકારીને શાસ્ત્રકારોએ તેમનામાં ભાવ ચારિત્ર સ્વીકાર્યું છે,' તો જેમ અજ્ઞાનીને ગુણનિધિ જાણીને સેવવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org