________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-ગાથા-૨૪-૨૫ ૧૩૭ સંયમનો નાશ થતો નથી તેમ જ્ઞાની ગુરુની બાહ્ય આચરણા જોઈને કોઈને ભ્રમ થાય કે “આ ગુરુ શિથિલ આચારવાળા છે અને તેના કારણે તે ગુરુનો ત્યાગ કરે તો શિષ્યમાં નિર્ગુણી ગુરુનો ત્યાગ કરવાની સુવાસના છે તેમ માનવું જોઈએ અને નિર્ગુણીનો ત્યાગ કરવાનો ભાવ આરાધક ભાવ છે. માટે ગીતાર્થને છોડીને જનારામાં પણ આરાધક ભાવ છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ ગીતાર્થને છોડીને જનારા ચારિત્રના ભગ્ન પરિણામવાળા છે તેમ કેમ કહી શકાય ? એ પ્રકારની શંકા છે.
તેનો ઉત્તર આપતાં ગુરુ કહે છે કે આદ્ય પ્રકારના સાધુમાં=અજ્ઞાની ગુરુને ગુણનિધિ જાણીને પરતંત્ર રહેનારા પાંચસો શિષ્યોમાં પ્રજ્ઞાપનીય સ્વભાવ હતો, ગુણવાનને પરતંત્ર રહીને આરાધના કરવાનો સ્વભાવ હતો અને તેમનું મન ભદ્રક ભાવવાળું હતું અર્થાત્ તત્ત્વને તત્ત્વરૂપે જાણવા માટે સર્વ શક્તિથી ઉદ્યમ કરે, પરંતુ લેશ પણ આત્મવંચના ન કરે એ પ્રકારનો ભદ્રક ભાવ હતો તેથી તેઓમાં શુભવાસના હતી અર્થાત્ ભગવાનના વચનાનુસાર ચાલવાની શુભવાસના હતી તેથી તેઓમાં ભાવચારિત્ર હતું.
આશય એ છે કે છેલ્વસ્થ જીવો કોઈ જીવના અંતરંગ ભાવો જાણી શકતા નથી, પણ બાહ્ય આચારોથી જ આ સુગુરુ છે કે કુગુરુ છે તે નક્કી કરે છે. અંગારમર્દક આચાર્ય કુગુરુ હતા છતાં શાસ્ત્ર ભણેલા હતા અને બાહ્ય આચારો પણ પાળતા હતા. ફક્ત ભગવાને બતાવેલા જીવ પદાર્થની અશ્રદ્ધાવાળા હતા તેથી મિથ્યાષ્ટિ હતા. તેમના પ૦૦ શિષ્યો ભદ્રક સ્વભાવવાળા હતા અને અંગારમર્દક ગુરુને તેમના આચારોથી ગુણવાનરૂપે જાણીને તેમને પરતંત્ર રહી શાસ્ત્ર ભણીને બહુશ્રુત થયા હતા. પરંતુ અન્ય સુવિહિત આચાર્યના વચનથી આ ગુરુ ગુણવાન નથી તેમ તે પ૦૦ શિષ્યોએ જાણ્યું, અને પરીક્ષા દ્વારા પોતાના ગુરુ જીવ પદાર્થની અશ્રદ્ધાવાળા છે તેવો નિર્ણય થયો ત્યારે શાસ્ત્ર વચનાનુસાર તેમનો ત્યાગ કર્યો. આ રીતે પ00 શિષ્યોમાં ભગવાનના વચનાનુસાર ગુણવાનની પરીક્ષા કરીને ગુણવાનને પરતંત્ર થવાનો સ્વભાવ હતો અને આત્મકલ્યાણ માટે આત્મવંચના કર્યા વગર તત્ત્વને જાણવાને અનુકૂળ ભદ્રકભાવ પણ હતો. પોતાના ગુરુ ગુણવાન નથી તેવું અન્ય ગીતાર્થ ગુરુથી જાણ્યા પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org