________________
૧૩૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ–૬/ગાથા-૨૪-૨૫, ૨૬
પણ પોતાના ગુરુ પ્રત્યે તેવો બદ્ધ રાગ ન હતો કે જેથી અયોગ્ય જાણવા છતાં તેમનો ત્યાગ ન કરે, પરંતુ પ્રજ્ઞાપનીય સ્વભાવવાળા હતા માટે તે ૫૦૦ શિષ્યોમાં જિનવચન પ્રમાણે ચાલવાની સુવાસના હતી.
જ્યારે વિચારકને, ગુણવાન ગુરુના બાહ્ય લિંગોથી ગુણો દેખાય છે, શાસ્ત્રાનુસા૨ી બોધ કરવાની શક્તિ દેખાય છે, આમ છતાં માત્ર સ્થૂલ આચારો પ્રત્યેનો બદ્ધ રાગ અને સ્વમતિ અનુસાર જીવવાની મનોવૃત્તિને વશ થઈને ગુણવાનને પણ અવગુણી જાણીને જે સાધુઓ ત્યાગ કરે છે તેવા સાધુમાં આત્મકલ્યાણની અને સંયમની આચરણા કરવાની મનોવૃત્તિ હોવા છતાં પણ ભગવાનના વચનના પરમાર્થને જાણીને તે રીતે જ મારે હિતમાં પ્રવૃત્તિ ક૨વી છે અને અહિતથી નિવૃત્તિ કરવી છે તેવો ભદ્રકભાવ નથી અને ગુણવાનની સમ્યક્ પરીક્ષા કરીને તેમને આધીન થવાનો ભાવ પણ નથી. વળી, ઉદાસીન એવા અન્ય ગીતાર્થ સાધુ તેમને સમજાવે ત્યારે પ્રજ્ઞાપનીય સ્વભાવ પણ નથી, પરંતુ સ્વમતિના હઠથી ગુણવાન ગુરુને અવગુણી જાણીને ત્યાગ કરે છે, માટે તેઓમાં જિનવચન અનુસાર ચાલવાની સુવાસના નથી તેથી ભગ્નચરણ પરિણામવાળા છે. ||૨૪-૨૫||
અવતરણિકા :
ગાથા-૨૪માં શિષ્યે શંકા કરેલ કે અજ્ઞાની એવા અંગારમર્દક ગુરુને ગુણનિધિ જાણીને ભજતા તેમના પાંચસો શિષ્યોને ગુણવાનનું પારતંત્ર્ય હતું માટે ભાવ ચારિત્ર હતું તો જે સાધુ ગુણવાનને અવગુણી માની તેનો ત્યાગ કરે તો તેમાં પણ ભાવ સાધુપણું કેમ નથી ? તેનો ઉત્તર ગ્રંથકારે ગાથા-૨૫માં આપ્યો. હવે કઈ રીતે ગુરુને માનતા આરાધક ભાવની પ્રાપ્તિ થાય છે તેનો બોધ કરાવવા ચતુર્થંગી બતાવે છે -
ગાથા :
સૂકું માની સૂકું થાતા, ચઉભંગી આચાર રે;
ગુરુ કહણે તેહમાં ફલ જાણી, લહીયે સુજશ અપાર રે.
સાહિબ ! ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org