________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૬/ગાથા-૧૯-૨૦, ૨૧ ૧૩૩ છે અને જે વખતે તેઓને મિથ્યાત્વને કારણે બાહ્ય આચરણા માત્રમાં મોક્ષના ઉપાયનો ભ્રમ વર્તે છે તે વખતે જ સરળ પ્રકૃતિને કારણે સામગ્રી મળતા નિવર્તન પામે તેવો તે ભ્રમ હોય છે . તેથી તેઓમાં તત્ત્વ પ્રત્યેના કંઈક વલણયુક્ત એવી અકુવાસન છે. તેના કારણે તેઓ દેશઆરાધક કહેવાયા છે. ||૧૯-૨૦મા અવતરણિકા :
ગાથા ૧૯/૨૦માં અજ્ઞાની એવા અગીતાર્થને કઈ અપેક્ષાએ દેશઆરાધક કહ્યા છે તે બતાવ્યું. હવે અજ્ઞાની એવા અગીતાર્થ કઈ અપેક્ષાએ આરાધક બને તે ‘અથવા’ થી કહે છે
21121 :
-
અજ્ઞાની ગુરુતણે નિયોગે, અથવા શુભપરિણામ રે; કમ્મપયડી સાખે સુદૃષ્ટિ, કહિયે એહનો ઠામ રે.
ગાથાર્થ :
અથવા ગુરુના નિયોગથી=ગુરુના પારતંત્ર્યથી, અજ્ઞાનીને શુભપરિણામ છે. કમ્મપયડી ગ્રંથની સાક્ષીએ એહનું સ્થાન=અજ્ઞાની એવા સાધુનું સ્થાન, સુદૃષ્ટિ કહીએ=સુંદર દૃષ્ટિવાળા કહીએ. II૨૧।।
ભાવાર્થ :
Jain Education International
સાહિબ ! ૨૧
ગાથા-૧૯/૨૦માં જે અગીતાર્થ સાધુ એકાકી વિચરે છે તેમાં પણ જે ઋજુભાવવાળા સાધુ છે તે દેશઆરાધક છે તેમ કહ્યું. હવે જે અગીતાર્થ સાધુ શાસ્ત્ર ભણીને સંપન્ન થયા નથી તે અજ્ઞાની છે. આમ છતાં ગુણવાન ગુરુના પારતંત્ર્યને સ્વીકારે છે તેઓને શુભપરિણામ વર્તે છે અર્થાત્ સર્વ ઉદ્યમથી આરાધનાનો પરિણામ વર્તે છે અને તેવા સાધુઓને કમ્મપયડી ગ્રંથમાં સુંદ૨ દૃષ્ટિવાળા કહ્યા છે; અર્થાત્ દેશઆરાધક સાધુ જેવા અલ્પઆરાધક નહિ, પરંતુ યોગમાર્ગમાં ચાલવાને અનુકૂળ નિર્મળ દૃષ્ટિવાળા કહ્યા છે. જેમ ગુણવાન ગુરૂના પારતંત્ર્યને સ્વીકારનાર અગીતાર્થ એવા માતુષ મુનિ સર્વ આરાધક હતા, તેથી કેવળજ્ઞાનને પામ્યા. II૨૧॥
For Personal & Private Use Only
www.jainelibrary.org