________________
૧૯૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૮/ગાથા-૨૫-૨૬ વ્યવહારનયથી અહિંસા છે; કેમ કે ભાવઅહિંસાના કારણમાં કાર્યનો ઉપચાર કરીને વ્યવહારનય અહિંસા કહે છે.
અહીં વિશેષ એ છે કે સર્વવિરતિની, દેશવિરતિની કે અવિરતસમ્યગ્દષ્ટિની સર્વ ક્રિયાઓ જિનવચનાનુસાર થતી હોય તો તે ક્રિયાઓ વીતરાગભાવની નિષ્પત્તિને અનુકૂળ ઉચિત વ્યાપારરૂપ છે તેથી તે સર્વ ક્રિયાઓ ભાવઅહિંસાનું કારણ છે, માટે વ્યવહારનય તેને અહિંસા સ્વીકારે છે.
જેમ દરિયાપથ એટલે સાધુપથ, અને સાધુપથ એટલે સમભાવનો પરિણામ, સમભાવનો પરિણામ એટલે ભાવઅહિંસા. હવે સાધુપથનું ઉલ્લંઘન થયું હોય તો તેનાથી પાછા ફરવા માટે અને ફરી સાધુપથમાં આવવા માટે દરિયાપથના પ્રતિક્રમણરૂપ “ઇરિયાવહિયા'સૂત્રથી એક લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે અને કોઈ સાધુ ઉચિત કાળે જિનવચનાનુસાર તદ્ ચિત્ત, તદ્ વેશ્યા, તદ્ મન થઈને દરિયાપથ પ્રતિક્રમણ કરે તો અવશ્ય સમભાવના પરિણામને પ્રાપ્ત કરે છે. તેથી દરિયાપથ પ્રતિક્રમણની ક્રિયા વ્યવહારનયથી અહિંસા પાલનની ક્રિયા છે; કેમ કે ભાવઅહિંસાની નિષ્પત્તિનો ઉપાય છે. તે રીતે શ્રાવકની જિનપૂજાદિ સર્વ ઉચિત ક્રિયાઓ પણ વ્યવહારનયથી અહિંસા છે. llરપા અવતરણિકા :- પૂર્વ ગાથામાં નિશ્ચયનય સાપેક્ષ વ્યવહારનયથી અહિંસાનું સ્વરૂપ બતાવ્યું. હવે સાતવયોથી હિંસાનું સ્વરૂપ બતાવવા પ્રથમ વૈગમતય, સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રમયથી હિંસાનું સ્વરૂપ બતાવે છે – ગાથા :
જીવ અજીવ વિષય છે હિંસા, નૈગમનય મત જુત્ત;
સંગ્રહ વ્યવહારે પટકાયે, પ્રતિજીવે ઋજુસુત્ત. મન. ર૬ ગાથાર્થ -
જીવ અજીવ વિષયક હિંસા છે એમ નૈગમનયથી યુક્ત છે, સંગ્રહાય અને વ્યવહારનય છકાયમાં હિંસા સ્વીકારે છે. અને ઋજુસૂત્રનય પ્રતિજીવમાં હિંસા સ્વીકારે છે. ૨૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org