________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮|ગાથા-૨૪-૨૫ ૧૫ અને તેના વર્જનના ઉપાયરૂપે તે મહાત્મા સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી ભાવઅહિંસાનું પાલન થાય છે અને આથી જ મુનિ સંયમ ગ્રહણ કરે છે ત્યારથી માંડીને આત્મભાવોની હિંસાના કારણભૂત અઢારે પાપસ્થાનકોના વર્જન અર્થે સુભટની જેમ મોહનો નાશ કરવા યત્ન કરે છે અને મોહના નાશ અર્થે પ્રતિક્ષણ વીતરાગનાં વચનનું સ્મરણ કરીને વીતરાગનાં વચનાનુસાર નવું-નવું અધ્યયન આદિ સર્વ કૃત્યોમાં ઉચિત યત્ન કરે છે અને જે સાધુ તે રીતે યત્ન કરે છે, તેઓ ભાવઅહિંસાનું પાલન કરનારા છે. ૨૪. અવતરણિકા :
પૂર્વ ગાથામાં મુખ્ય એવી ભાવહિંસા અને ભાવઅહિંસાનું સ્વરૂપ બતાવ્યું. હવે, નિશ્ચયનય સાપેક્ષ એવા વ્યવહારનયથી અહિંસાનું સ્વરૂપ બતાવે -
ગાથા :
તસ ઉપાય જે જે આગમમાં, બહુવિધ છે વ્યવહાર;
તે નિઃશેષ અહિંસા કહિયે, કારણ ફલ ઉપચાર. મન. ૨૫ ગાથાર્થ :
આગમમાં તેના ઉપાય ભાવઅહિંસાના ઉપાય, જે બહુવિધ વ્યવહાર છે તે નિઃશેષ તે સર્વ, વ્યવહાર અહિંસા કહીએ. કેમ અહિંસા કહીએ તેથી કહે છે. કારણમાં ફળના ઉપચારથી અહિંસા કહીએ. ll૫ll
ભાવાર્થ :
વ્યવહારનયથી અહિંસાનું સ્વરૂપ બતાવે છે- શાસ્ત્રમાં મોક્ષના ઉપાય તરીકે ભાવઅહિંસાને બતાવેલ છે અને સંયમની સર્વ ક્રિયાઓ ભાવઅહિંસાની પ્રાપ્તિના ઉપાયરૂપ છે. તેથી સાધુ સ્વભૂમિકા અનુસાર સંયમની જે જે પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ વ્યવહારનયથી અહિંસા કહેવાય. માટે કોઈ સાધુ ઉત્સર્ગમાર્ગથી ભાવઅહિંસાની પ્રાપ્તિ કરી શકતા હોય ત્યારે આગમાનુસાર ઉત્સર્ગમાર્ગની જે પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિ વ્યવહારનયથી અહિંસા છે અને તેવા પ્રકારના સંયોગમાં ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિથી ભાવઅહિંસાની પ્રાપ્તિ થતી ન હોય ત્યારે આગમ વચનાનુસાર અપવાદમાર્ગથી પ્રવૃત્તિ કરે તો તે અપવાદની પ્રવૃત્તિ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org