________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૮-૯
ભગવાનના વચનાનુસાર સમભાવની વૃદ્ધિ માટે જે ઉચિત ક્રિયા હોય તે ક્રિયા તે પ્રમાણે કરે, જેથી તે મહાત્માનું ચિત્ત સંયમના ઉપર ઉપરના કંડકો પ્રાપ્ત કરે તો તે અહિંસા ઉત્તરોત્તરની અધિક અહિંસાના ફળરૂપે પરિણમન પામે છે. તે અહિંસા અનુબંધ અહિંસા છે.
૧૭૪
આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે સાધુ ભગવાનના વચનના સ્મરણપૂર્વક વીતરાગતાને અનુકૂળ અંતરંગ ઉદ્યમ થાય તે પ્રકારે યતનાપૂર્વક સંયમની સર્વ કિયા કરતા હોય તેઓની હેતુઅહિંસા અનુબંધ શુદ્ધવાળી છે. વળી, જે નિર્દોષ ભિક્ષાચર્યા આદિ પ્રવૃત્તિમાં જંતુનો ઘાત ન હોય તેવી સ્વરૂપઅહિંસા પણ વીતરાગતા ને અનુકૂળ અંતરંગ ઉદ્યમવાળી હોય તો અનુબંધ શુદ્ધ છે.
વળી, જે પ્રવૃત્તિમાં બાહ્ય અહિંસાનું પાલન ન હોય છતાં વિવેક ચક્ષુ ખૂલેલા હોય તેવા સમ્યગ્દષ્ટિ જીવોને અવિરતિના ઉદયથી જે આરંભ-સમારંભની પ્રવૃત્તિ છે તેમાં હેતુ અહિંસા પણ નથી અને સ્વરૂપઅહિંસા પણ નથી, પરંતુ સમ્યગ્દષ્ટિજીવોને ભગવાનના વચન પ્રત્યે સ્થિર રૂચિ હોવાને કારણે સ્વભૂમિકા અનુસાર સંયમની પ્રાપ્તિ અર્થે ધર્માનુષ્ઠાન કરી તે દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરતા હોય છે તેથી અને સંસારના આરંભ-સમારંભ પણ ‘તપ્તલોહપદન્યાસ’ તુલ્ય અત્યંત સંવેગપૂર્વક કરતા હોય છે તેથી તે આરંભ-સમારંભમાં પણ અનુબંધ અહિંસા છે; કેમ કે સમ્યગ્દષ્ટિજીવોની જે પાપ પ્રવૃત્તિ છે તે ચરમ પાપ પ્રવૃત્તિ છે માટે તેઓને જન્માંતરમાં સંયમની પ્રાપ્તિ થશે. તેથી તેઓની હિંસાપણ અહિંસા ફલવાળી છે. IIII
અવતરણિકા :
ગાથા-૭માં કહ્યું કે એક ક્રિયામાં અન્ય ક્રિયાનો સંબંધ છે. જેથી ત્રણ પ્રકારની અહિંસા કહેલી છે અને તે ત્રણ પ્રકારની અહિંસાનું સ્વરૂપ ગાથા-૮માં બતાવ્યું. હવે જે ક્રિયામાં અન્ય ક્રિયાનો સંબંધ નથી તે ક્રિયા અનુબંધ શુદ્ધ નથી, તેથી અનુબંધ વગરની અહિંસા કેવા ફળવાળી છે ? તે બતાવવા અર્થે કહે છે
511211 :
હેતુ સ્વરૂપ અહિંસા આપે, શુભફલ વિણ અનુબંધ; દઢઅજ્ઞાન થકી તે આપે, હિંસાનો અનુબંધ. મન. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org