________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૯-૧૦ ૧૭૫ ગાથાર્થ :
હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ વગર જે શુભફળ આપે, તે તે શુભફળ દઢ અજ્ઞાન થકી હિંસાનો અનુબંધ આપે. llcII ભાવાર્થ -
જે સાધુઓ યતનાપૂર્વક સંયમની ક્રિયાઓ કરતા હોય તે સાધુની ક્રિયામાં યતનારૂપ હેતુ અહિંસા છે. વળી, યતનાપૂર્વક નિર્દોષ ભિક્ષા આદિ ગ્રહણ કરતા હોય તો તે ભિક્ષા આદિ પ્રવૃત્તિમાં જંતુનો આઘાત હોવાથી સ્વરૂપ અહિંસા પણ છે, પરંતુ જો તે મહાત્માની સંયમની ક્રિયા વિવેકપૂર્વકની ન હોય તો વીતરાગતાને અનુકૂળ અંતરંગ ભાવવાળી નથી. તેથી તે મહાત્માની સંયમની ક્રિયામાં અન્ય સર્વ ક્રિયાનો યોગ નથી માટે તે મહાત્માની પ્રવૃત્તિમાં હેતુ અને સ્વરૂપથી અહિંસા હોવા છતાં અનુબંધ શુદ્ધ અહિંસા નથી, તેથી તે અહિંસાના પાલનથી જે શુભફળ મળશે તે શુભફળ દઢ અજ્ઞાનને કારણે હિંસાનો અનુબંધ આપશે.
આશય એ છે કે જે મહાત્માને ભગવાનના વચનાનુસાર વીતરાગતાને અનુકૂળ અંતરંગ ઉદ્યમ કરવાનો ક્ષયોપશમ નથી તે મહાત્મા યતનાપૂર્વક સંયમની ઉચિત આચરણા કરતા હોય તો તે આચરણા દ્વારા ષકાયના પાલનરૂપ શુભ લેશ્યા વર્તે છે તેથી પુણ્ય બંધાય છે, પરંતુ આત્માના લક્ષ્ય વિષયક દૃઢ અજ્ઞાન વર્તે છે, માટે તત્ત્વના વિષયમાં વિપર્યાસ વર્તે છે. તે મહાત્માની તે સંયમની ક્રિયાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે, જે પુણ્યના ઉદયમાં અન્ય ભવમાં ભોગવિલાસને પ્રાપ્ત કરીને ઘણા આરંભ-સમારંભ કરીને અંતે દુર્ગતિમાં જશે. અનુબંધ વગરની અહિંસા હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા, હોવા છતાં હિંસાના અનુબંધવાળી છે=હિંસાના ફળવાળી છે; માટે તે અહિંસા લૌકિકનીતિથી અહિંસા હોવા છતાં લોકોત્તરનીતિથી અહિંસા નથી. III અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે હેતુ અને સ્વરૂપથી અહિંસાનું પાલન પણ દઢ અજ્ઞાનને કારણે હિંસાનો અનુબંધ આપે છે, તે કથન દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org