________________
૧૭૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૮/ગાથા-૬-૭
માટે જોડે છે, તેથી તે સાધુ વીતરાગના વચનને યથાર્થ બતાવનારા ગીતાર્થ ગુરુને પરતંત્ર થાય છે અને તે રીતે તે સાધુ સર્વ ઉચિત આચરણા કરીને લોકોત્તરનીતિનું પાલન કરે છે. IIII
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સકલ વચનને પોતપોતાના સ્થાને જોડે તે લોકોત્તરનીતિ છે. હવે તે લોકોત્તરનીતિ કેવા સ્વરૂપવાળી છે કે જેમાં પૂર્ણ અહિંસાની પ્રાપ્તિ થાય છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા :
જિનશાસન છે એકક્રિયામાં, અન્યક્રિયા સંબંધ; જિમ ભાષીજે ત્રિવિધ અહિંસા, હેતુ-સ્વરૂપ-અનુબંધ.
ગાથાર્થ:
એક ક્રિયામાં=સંયમની એક ક્રિયામાં, અન્ય ક્રિયાનો સંબંધ જિનશાસન છે. જેમ=જેના કારણે હેતુ-સ્વરૂપ-અનુબંધરૂપ ત્રણ પ્રકારની અહિંસા કહેલી છે. IIII
ભાવાર્થ:
ભગવાનના શાસનમાં સંયમની સર્વ ક્રિયાઓ ઉચિત પ્રવૃત્તિ કરાવીને મહાત્માને વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી જે સંયોગ પ્રમાણે જે ક્રિયા બલવાન હોય તે વખતે વિવેકી મહાત્મા તેનું સેવન કરે છે અને તેના સેવનકાળમાં તે મહાત્માની એક ક્રિયામાં અન્ય સર્વ ક્રિયાઓનો સંબંધ છે. તેથી તે મહાત્મા કોઈપણ એક ક્રિયા ઉચિત કાળે, ઉચિત વિધિથી કરતા હોય તો સંયમની સર્વ ક્રિયાઓના આરાધનાના ફળની પ્રાપ્તિ તે મહાત્માને થાય છે.
મન. ૭
આ શાસ્ત્રવચનને સામે રાખીને આગમમાં પ્રશ્ન કરેલ છે કે ત્રીજા મહાવ્રતની સમ્યગ્ આરાધના કોણ કરે છે ? તેના ઉત્તરરૂપે આગમમાં કહેલ છે કે જે મહાત્મા નિશ્રા અને ઉપશ્રા વગર દશ પ્રકારના વૈયાવચ્ચ કરે છે તે મહાત્મા ત્રીજા વ્રતની આરાધના કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org