________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૫/ગાથા-૧૯-૨૦
અહીં પ્રશ્ન થાય કે ગીતાર્થ વગર પણ જે સાધુવેશમાં રહેલા છે તેઓ સંયમની આચરણા કરે છે, તેથી સાધુ નથી તેમ કેમ કહી શકાય ? એથી કહે છે -
૧૦૪
તેઓની જૂઠ કષ્ટની ક્રિયા છે અર્થાત્ તેમની સંયમની બાહ્ય આચરણા ચારિત્રના રક્ષણનું કે ચારિત્રની વૃદ્ધિનું કારણ નથી, પરંતુ કષ્ટોને વેઠીને દુઃખ વેઠવા માત્રના ફળવાળી છે. II૧૯II
અવતરણિકા :
વળી, ગીતાર્થનાં સાન્નિધ્યથી અગીતાર્થ સાધુ મુનિભાવને પ્રાપ્ત કરી શકે છે, તે દૃષ્ટાંતથી બતાવે છે
ગાથા :
—
અંધ પ્રતે જિમ નિર્મલ લોચન, મારગમાં લેઈ જાય રે; તિમ ગીતારથ મૂરખમુનિને, દૃઢ આલંબન થાય રે.
ગાથાર્થ ઃ
આંધળા પ્રત્યે જેમ નિર્મલ લોચનવાળો પુરુષ માર્ગમાં લઈ જાય છે તેમ ગીતાર્થ સાધુ મૂર્ખ મુનિને દૃઢ આલંબન થાય છે. II૨૦ા
Jain Education International
શ્રીજિન ! ૨૦
ભાવાર્થ:
કોઈ આંધળા પુરુષને કોઈ ચોક્કસ નગ૨માં જવું હોય તો માર્ગને જોઈ નહિ શકવાથી તે આંધળો પુરુષ માર્ગમાં પ્રયાણ કરી શકતો નથી, પરંતુ નિર્મલ લોચનવાળો પુરુષ તેને માર્ગમાં લઈ જાય છે, તેમ જે મુનિઓ ગીતાર્થ નથી તેથી મોક્ષમાર્ગ પર પ્રયાણ કરવાના અર્થી હોવા છતાં ભગવાનના વચનાનુસાર ઉચિત સ્થાને ઉચિત પ્રવૃત્તિ કરીને માર્ગમાં પ્રયાણ કરી શકતા નથી, તેથી મૂર્ખમુનિ છે; તેવા મૂર્ખમુનિને મોક્ષમાર્ગમાં ગમન કરવા માટે ગીતાર્થસાધુ દૃઢ આલંબન થાય છે. તેથી ગીતાર્થનો પ્રતિબંધ શું કામ ક૨વો જોઈએ એમ જે સાધુ કહે છે તે ઉચિત નથી. II૨૦ના
For Personal & Private Use Only
www.jainelibrary.org