________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૫/ગાથા-૨૧
૧૦૫
અવતરણિકા :ગીતાર્થનો ત્યાગ સાધુને ઉચિત નથી તે દૃઢ કરવા અર્થે કહે છે –
ગાથા :
સમભાષી ગીતારથનાણી, આગમમાંહે લહિયે રે; આતમારથી શુભમતિ સજ્જન, કહો તે વિણ કિમ રહિયે રે? શ્રીજિન ! ૨૧
ગાથાર્થ :
ગીતાર્થ એવા જ્ઞાની પુરુષ, આગમમાં સમભાષી છે યથાર્થ ભાષી છે, પણ વિષમભાષી નથી, તેમને પ્રાપ્ત કરીને આત્માના અર્થી એવા આત્મકલ્યાણના અર્થી એવા, શુભમતિવાળા સજ્જન પુરુષો, તમે કહો તેમના વગર કેમ રહીએ ? અર્થાત્ ગીતાર્થ વગર રહેવું જોઈએ નહિ. ર૧] ભાવાર્થ :
જેઓ શાસ્ત્રો ભણીને ગીતાર્થ થયા છે એવા જ્ઞાની પુરુષ આગમનાં પદાર્થોમાં ક્યારેય પણ વિષમ બોલનાર નથી, પરંતુ સમભાષી છે અર્થાત્ આગમના અર્થો જે રીતે જાણ્યા છે એ રીતે જ યથાર્થ પ્રકાશન કરનારા છે એવા ગીતાર્થ સાધુને પ્રાપ્ત કરીને જે સાધુ આત્મકલ્યાણના અર્થી છે અને તેના કારણે “ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરવી છે એવી શુભમતિને ધારણ કરનારા છે” તેવા સજ્જન પુરુષોને સંબોધીને ગ્રંથકારશ્રી કહે છે કે એવા ગીતાર્થ પુરુષ વગર આપણે એકલા કેવી રીતે રહીએ અર્થાત્ જેઓને આત્મકલ્યાણ કરવું છે અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાની શુભમતિ છે તેવા સાધુએ તો શાસ્ત્રના જાણકાર યથાર્થ ભાષી એવા ગીતાર્થ જ્ઞાની પુરુષને પ્રાપ્ત કરીને ક્યારેય પણ તેમનો ત્યાગ કરવો જોઈએ નહીં. ર૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org