________________
૮૪
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૧૯ છે. જે માટે પયમાં પૂરા=બલના વચન દૂધમાં પોરાઓ કાઢે છે, તે પ્રભુ! તુજ સેવામાં ભગવાનના વચનાનુસાર શુદ્ધદેશનાની પ્રરૂપણા, સુયોગ્ય એવા શ્રાવકોને ગૂઢભાવો બતાવવા અને શ્રુતમાંથી ઉદ્ધત ભાવોને શક્તિ અનુસાર રચના કરવી એ રૂપ તુજ સેવામાં, જો રહીએ તો યશની લીલા લહીએ=ભગવાનના શાસનની ભક્તિના યશને અને ભગવાનના શાસનના પરિણમનરૂપ લીલાને પ્રાપ્ત કરીએ. ૧૯II. ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે જે જીવો અતિપરિણામી અને જે જીવો અપરિણામી છે તેઓને ગુરુ નિત્ય સમજાવે છે તેથી ગુરુના ઉપદેશ આદિની પ્રવૃત્તિ યોગ્ય જીવોને ભગવાનના શાસનનું સમ્યક્ પરિણમનનું કારણ છે. આ પ્રકારનો જેઓને બોધ છે તેવા શૂરવીર પુરુષો ખલ પુરુષોના વચનને ગણકારતા નથી; કેમ કે તેઓ જાણે છે કે ખલ પુરુષોની પ્રકૃતિ છે કે દૂધમાં પણ પોરાઓ કાઢે અર્થાત્ દૂધમાં પણ દૂષણ આપે.
વસ્તુતઃ દૂધ એ દેહને પુષ્ટિકારક છે છતાં ખલ પુરુષો દૂધમાં આ દૂષણ છે, આ દૂષણ છે ઇત્યાદિ કહીને દૂધને દૂષિત કરે છે, તેમ સુદેશના આદિ ઉચિત પ્રવૃત્તિઓમાં પણ દૂષણો કાઢીને તે પ્રવૃત્તિ અનુચિત છે તેમ કહે છે. માટે તત્ત્વના વિચારક પુરુષો ખલના વચનને ગણકારતા નથી અને જેઓ ખલના વચનની ઉપેક્ષા કરીને ભગવાનના વચનાનુસાર શુદ્ધદેશનામાં પ્રવૃત્તિ કરે, યોગ્ય શ્રાવકોને શાસ્ત્રના ગૂઢભાવો સમજાવે અને શક્તિ અનુસાર યોગ્ય જીવોના ઉપકાર અર્થે તેઓ શ્રુતની નવી રચનાઓ કરે તો તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવારૂપે હે ભગવાન ! તમારી સેવામાં જો રહે તો યશ અને લીલાને પામે અર્થાત્ આ મહાત્મા ભગવાનની ભક્તિ અર્થે સન્માર્ગની વૃદ્ધિની પ્રવૃત્તિ કરે છે, તે પ્રકારે તે મહાત્માનો જગતમાં યશ વર્તે છે અને ભગવાનની ભક્તિ કરીને જે ભગવાનનું શાસન તે મહાત્માને પરિણમન પામ્યું, એ રૂપ લીલાને તે મહાત્મા પ્રાપ્ત કરે છે. તેથી શક્તિ સંપન્ન પુરુષે સર્વ ઉદ્યમથી ભગવાનની ભક્તિમાં યત્ન કરવો જોઈએ. ll૧૯ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org