________________
ગુરુ અજુનદેવ અનેક કહેવાય છે. એક પ્રસંગે નાનો અજુન દાદા ઊંધતા હતા ત્યાં રમત રમતો જઈ ચડો. રખેને તે તેમને ઊંઘતા ઉઠાડે તેથી બીબી ભાની તેને લેવા ગઈ. તેવામાં તે તેણે ગુરુને ઉડાડી દીધા હતા. પુત્રીને લેવા આવતી જોઈ તેમણે કહ્યું, “ભલે મારી પાસે આવે. યહ મેરા દોહિતા પનીક બહિત હોગા. (આ મારો દૌહિત્ર ભવસાગર -તરવાને માટે હુંડીરૂપ થનાર છે.)” નાનપણથી જ બધાની એના પર માયા હતી અને એ પણ પૂરો બત્રીસલક્ષણે જણાઈ આવતે હતે. પિતાની સેવામાં ન હોય ત્યારે ભજનકીર્તનમાં તે પોતાનો વખત કાઢતે ધનદોલતની એને નાનપણથી જ પરવા નહોતી. ત્રણે ભાઈઓમાં એ નિર્લોભી ને વિશેષમાં વિશેષ આજ્ઞાંકિત હતે. એક વાર રામદાસે મોટા પુત્ર પૃથ્વીચંદને કઈ સગાના લગ્ન પર લાહોર જવા કહ્યું. પૃથ્વીચંદ ગુરુના રસોડાની વ્યવસ્થા કરે. એમાંથી એ કાંઈક ખાનગી મળતર પણ કાતરી લેતે હતું. આ લાભ જ કરે એને કેમ રુચે ? અને વળી હવે વૃદ્ધ પિતા ખર્યું પાન, એટલે ગુરુપદ ઝડપવા માટે પણ પાસે જ રહેવું જોઈએને ! એટલે એણે પિતાની સેવા અને રસોડાની દેખરેખનાં બહાનાં કાઢી જવાની ના પાડી. ગુરુએ બીજા પુત્ર મહાદેવને કહ્યું. આ પુત્ર વૈરાગી સ્વભાવ હતો. તેણે કહ્યું, “લગ્ન જેવામાં મારું ચિત્ત નથી. મને મોકલ્યથી શું કામ સરશે ? છેવટે ગુરુએ અર્જુનને કહ્યું, “ તું જઈશ ? ત્યાં જા અને લગ્ન પૂરું કરી ત્યાં જ રહેજે, ને શીખોને ઉપદેશ આપજે; હું લખું તે વિના અહીં ન આવત.” પિતૃભક્ત અર્જુન તરત તૈયાર થયો ને લાહોર ઊપડ્યો. જતી વખતે માતાએ આશીર્વાદ આપે, જે તેમણે પાછળથી નીચેના ભજનરૂપે ગ્રંથસાહેબમાં સંઘર્યો છે : जिसु सिमरत सभि किलविख नासहि
पितरी होई उधारो। सो हरि हरि तुम सदहि जाप?
जाका अंत नं पारो ॥