________________
અષ્ટપદી – ૪ ભેટ. મિતિ = શકિતની હદ – પહોંચ (૨) જ્ઞાન – સમજ. સુરવાની = કુરબાન જાય છે – વારી જાય છે. ]
૪- ૮ તમે સૌના ઠાકુર – સ્વામી છો; તમારી પાસે અરજ રજુ કરું છું – (૧)
અમારા જીવ અને પિંડ તમારા જ હાથમાં છે. તમે અમારાં મા-બાપ છે, અને અમે તમારાં છે છીએ; તમારી કૃપામાં જ ઘણેરાં સુખ છે. (૨)
કેઈ તમારો અંત જાણી શકતું નથી; તમે ભગવંત ઊંચાથી પણ ઊંચા છે ! (૩)
દુનિયાની બધી સામગ્રી – બધા પદાર્થના સૂત્રધારતમે છે; જે કાંઈ તમારાથી નીપજયું છે, એ બધું તમારી આજ્ઞામાં છે. (૪)
તમારી ગત-પહોંચ તમે જ જાણે છે, દાસ નાનક તે સદા તમારી ઉપર જાત એવારી નાખવાનું જ જાણે. (૫)
ઉદ્દબોધનની આ અષ્ટપદીમાં બેએક જે વિશેષતાઓ છે, તે તરફ ખાસ ધ્યાન ખેંચાય છે. શીખભક્તિનું વૈશિષ્ટય સમજવામાં એ ઉપયોગી વસ્તુ થશે. જેથી અષ્ટપદીના લેકમાં જીવને “નિરગુણિમા, ઇયાનિયા” કહીને શરૂઆત કરી છે. તે શા માટે તેવો છે તે એ અષ્ટપદીનાં પદમાં ભિન્ન ભિન્ન દલીલ રજૂ કરતાં તાતા તીર ફેંકીને કહ્યું છે, જેમાંનાં થોડાંક આપણે ઉપર જઈ આવ્યા. જેટલા જેરથી આમ જીવની ઝાટકણી કાઢી છે, તેટલા જ જોરથી અને વિશ્વાસ તથા પ્રેમપ્રતીતિથી જીવને તરણે પાય પણ બતાવે છે?
૧. અમારા જીવ અને દેહ તમારી જ બક્ષિસ છે – એવો અર્થ પણ લેવાય છે. –સંપા,