________________
એક ક્ષણમાં તે થાપે છે અને પાછું તેને ઉથાપે છે. તેની સીમાને કશેય અંત નથી. (૨) •
પિતાના હુકમથી તે આકાશને અધર ધરી રાખે છે, તેના હુકમથી બધું નીપજે છે; અને હુકમથી તેને તે પાછું પણ સમાવી લે છે. (૩)
તેના હુકમથી જ ઊંચાને કે નીચાને વ્યવહાર ચાલે છે, તેના હુકમથી જ (કુદરતના) વિવિધ રંગ અને પ્રકાર નીપજે છે (૪)
(એ બધી વિવિધતા) સરજી સરજીને પિતાને મહિમા તે નિહાળે છે. નાનક કહે છે કે, સર્વ પદાર્થોમાં તે (પરમાત્મા)
જ વ્યાપીને રહેલા છે. (૫) - શીખ ગુરુઓએ જે ઈશ્વર-નિરૂપણ કર્યું છે એમાં તેઓએ આવશ્યક સુધારા કરી લઈને શીખવ્યું કે, તે ઈશ્વર) “એક હૈ, દસર નાહી કેઈ” એના હુકમથી આખા વિશ્વનાં ધારણ-પોષણ, સર્જન અને સંહાર થાય છે. હુકમ અંધરિ સભુ બારિ હુકમ ન કાઈ (જપજી”. આમ તે સર્વાતિશાયી હેઈને પણ ગુરુ કહે છે કે સર્વાનુશાયી પણ છે : “નાનક સભ મહિ રહિઆ સમાઈ (૧૧ઃ ૧), “સભતે નેરે સભતે દરિ, નાનક આપિ અલિપતુ રહિઆ ભરપૂરિ (૧૦ : ૪).
प्रभ भावै मानुख मति पावै । प्रभ भाव ता पाथर तरावै ॥१॥ प्रभ भावै बिनु सासते राखै । प्रझ. भावै वा हरिगुण भाखै ॥२॥