________________
શ્રીસુખમની
-- ૧૮ - ૪ સદ્દગુરુનાં દર્શન સફળ છે; (આપણું ઉપર) તે નજર કરે કે પુનિત થઈ જવાય તેમના ચરણને સ્પર્શ કરતાં આપણી ગતિ-રીતિ નિર્મળ થઈ જાય. (૧)
તેમની સાથે ભેટો થતાં (જીવ) રામના ગુણ રટવા માંડે છે, અને (યમરાજાના પાશમાંથી મુક્ત થઈ) પરબ્રહ્મના દરબારમાં જઈ પહોંચે છે. (૨)
તેમનાં વચન સાંભળી કાન તૃપ્ત થાય છે, મન સંતુષ્ટ થાય છે. અને અંતરમાં ઈશ્વરની) પ્રતીતિ થાય છે. (૩)
પૂરા ગુરુને (આપેલ) મંત્ર અક્ષય હોય છે, તેમની અમૃતમય દષ્ટિથી તે જેના ઉપર નજર કરે, તે સંત બની જાય છે. (૪)
તેમના ગુણને પાર નથી; તેમના મૂલ્યની આંકણી થઈ શકે નહિ. નાનક કહે છે કે, જેના ઉપર તેમને ભાવ થાય, તેને પ્રભુ સાથે ને મેળવી આપે. (૫)
પારબ્રહ્મ પ્રભુની દેણ સ્તુતિ કરી શકે ? તે અગમ અગોચર તત્વને કેમ પહોંચી શકાય ? સદ્દગુરુકૃપાએ તેની ભક્તિ કરી શકાય ને એમ જ એને પાર પમાય તે પમાય, એમ પાંચમા પદમાં હવે કહે છે –
૧૮ – ૧ जिहबा एक उसतति अनेक । सति पुरख पूरन बिबेक ॥१॥ काहु बोल न पहुचत प्रानी ।। अगम अगोचर प्रभ निरबानी ॥२॥ ૧. ચારિત્ર અને વર્તન. –સંપા