________________
૩૪૮
-શ્રીસુખમની કોલેજ-વિદ્યાર્થીઓ માટે ધર્મવિષયક પાઠ્યપુસ્તક સૂચવવાનું મને કહેવામાં આવેલું, ત્યારે વસ્તુતઃ મેં હિંદી યુવાન માટેના મહાગ્રંથમાંના એક તરીકે “સુખમનીને ઉલ્લેખ કર્યો પણ હતો. આ ગ્રંથનો સંદેશ સર્વ પ્રજાઓ માટે છે એમ હું માનું છું. સામ્રાજયવાદ અને સંકુચિત રાષ્ટ્રવાદને આધુનિક જગતે ઉચ્ચ સ્થાને ચડાવી માર્યા છે. ઠેષ અને કલહની શ્રેયસ્કારિતાની શીખ વધવા લાગી છે. અને યુરોપમાં તે હિંસાને રાષ્ટ્રીય જીવનના કાયદા તરીકે ખુલ્લી રીતે જાહેર કરવામાં આવે છે; પરાર્થવૃત્તિ તે નબળા લકોએ ફેલાવેલી લાગણી છે, એમ બેશરમ કહેવાય છે. પ્રેમ, સ્વાર્પણ અને નમ્રતાને “ચાંડાળ (ગુલામ) વૃત્તિ' તરીકે નિંદવામાં આવે છે. આજના પિતાને સુધરેલું માનાર જગતને આધ્યાત્મિક સંદેશાની અત્યંત જરૂરી છે. એ સંદેશો “સુખમનીમાં છે. તેને સંદેશો શાંતિને છે, ગમે તેમ પણ કાર્યસિદ્ધિ અને ખુનામરકીને નથી; આધ્યાત્મિક આદર્શવાદનો છે, ઉદ્દામ સામ્રાજ્યવાદને નથી; સ્વાર્પણની ભાવનાને છે, વૈશ્વર્યને નથી; બીજા માટે ઘસાનાર પ્રેમને છે, બીજાનું પચાવી પાડનાર અને તેને ગુલામ બનાવવા તાકતી સત્તાને નથી. આજ ભારતમાતાની વેદના અસીમ છે. તે વખતે હું હિંદુસ્તાનના યુવાનોને વનવું છું કે, તેઓ તેની મુક્તિને માટે એવું આચરણ કરે અને સહન કરે કે જેથી “અવિશ્વાસી” પાશ્ચાત્યોને ખાતરી થાય છે, ભારતવર્ષ હજુ મરી નથી ગમે – તેનાં બાળકેની શિરાઓમાં હજુ નષિઓનું જ્ઞાન અને ગુરુઓનું ગાન વહેતું છે.