________________
પરિશિષ્ટ - ૨ -
૩૪૭ ગ્રંથ સાહેબનાં કેટલાંય પદોમાં પરમાત્મા પ્રત્યેના પ્રેમનું હૃદયદ્રાવક ગાન છે :
જડેલે હાથે નાનક તારા દરબારમાં આવ્યો છે; હે પ્રીતમ ! તેને મુક્તિ આપ. પાણીવિહેણું માછલું તારા વિના કેમ જીવશે ? • હરણ પારધીનું ગાન સાંભળવામાં બાણની પણ પરવા નથી કરતું અને પ્રાણ પાથરી દે છે. આ
મારી આંખો બંધ જ નથી થતી; પ્રીતમના પ્રેમમાં વિહવળ હું રાતદિન એનાં જ દર્શન ઝંખું છું. હે રાત્રી ! તું પ્રિયતમના મારા પ્રેમ જેટલી લાંબી થા ! અને તે નિદ્રા ! તું ટૂંકી થા, જેથી હું સતત તેના ચરણને સ્પર્શી શકું.
મારાં તન મન પ્રીતમને ઝંખી રહ્યાં છે, તેને જોયા વિના મને કેમ કરીને કળ વળશે ? તેના વિના એક ક્ષણ પણ હું નથી રહી શકતી. ચાતકની જેમ હું તેને માટે તલસું છું.
તે મનમોહનની શોધમાં રખડું છું. મારી આંખે તેના રંગે રંગાઈ ગઈ છે.--એ જ તેમાં વચ્ચે છે; પછી એક ક્ષણ પણ તે કયાંથી જંપે ? તેના વિના એક ક્ષણ દિવસ જેટલી લાંબી લાગે છે, અને રુદન કરતાં હું હાથે ઘસ્યા કરું છું.”
પ્રીતમ માટે આ ઉક્ત પ્રેમ ગુરુઓમાં હતા. “સુખમનીમાં પદે પદે આવા પ્રેમનું ગાન ભરેલું છે. મારું હૃદય એ ગ્રંથમણિ સાથે બંધાયાને વર્ષો વીતી ગયાં છે. ઘૂંટણીએ ગબડતે બાળક હતું, ત્યારે મેં તેનું સાદું સંગીત સાંભળ્યું છે; જરા મોટે થતાં, પૂરું ન સમજવા છતાં, તેના ગાનથી હું વિચિત્ર રીતે હલમલ્યો છું ? અને પુખ્ત વયે પહોંચ્યા પછી, અનેક વાર મને લાગ્યું છે કે, ભગવદ્દગીતા અને “સુખમની” એ બે એવાં પુસ્તકે છે કે જેમને દરેક હિંદી નવયુવાને અવશ્ય ભણવાં જોઈએ. વ્યાપક રાષ્ટ્રભાવનાં પાઠ્યપુસ્તકો તરીકે એ બહુ સારું વાચન નીવડે. થોડાં વર્ષો અગાઉ સિંધના