________________
૩૪
---- સુખમની
તેનાથી ચિત્તની વધુ મહત્વની, પણ જાગ્રત ભૂમિકાથી પર રહેતી એવી ઉચ્ચ ભૂમિકા ઉત્તેજિત થાય છે અને આપણે વધુ સારી રીતે વિચાર કરી શકીએ છીએ. “સુખમની'માં કહ્યા પ્રમાણે સાધુની સંગતમાં માણસના હૃદયમાં જ્ઞાન પ્રગટે છે.
સુખમનીમાં કેળવણીની એક ત્રીજી પદ્ધતિને પણ ઉલ્લેખ છે. તેને હું ‘અંતરંગ સાધન એવું નામ આપું. “સુખમની દયાન-મહિમા વારંવાર ગાય છે. પરમાત્મા દૂર નથી, પણ અંદર છે,-હૃદયગૃહમાં તેની કળા વિલસી રહી છે. આપણે તેને જોઈ શકતા નથી તે એ કારણે કે, “પ્રિયતમ જાગે છે ત્યારે આપણે ઊંઘીએ છીએ. અને
ડાઘણ જાગીએ છીએ ત્યારે પણ આપણે હંમેશ ઘરમાં રહેલી નિત્ય વસ્તુને શોધવા – આર્થર રાજાના પેલા વીરેની જેમ – બહાર ફાંફાં મારીએ છીએ. બાકી પ્રીતમ તે કથારને આપણા હૃદયમંદિરમાં વિના આમંત્રણે આવીને બેઠો છે, અને આપણને તેની ઉપાસના કરવાનું શીખવવા માટે તેણે ત્યાં અવાવરુ પડેલા જીવનદીપને કપારને પ્રગટાવી રાખે છે. પણ આપણે તે તેને શેધવા બહાર જ હવાતિયાં માર્યા કરીએ છીએ.
દયાનમાર્ગની આ બાબતમાં “સુખમનીએ બે વસ્તુઓ ઉપર ભાર મૂક્યો છે. પહેલી તે ઈશ્વરનું નામસ્મરણ. નામનું સ્મરણ કરવું એટલે તેના વાચ્યર્થના ભાવનું ઉત્થાન કરી તેની સાથે જીવનજ્યને મેળ સાધવે. નામસ્મરણ ભાવપૂર્વક થવું જોઈએ. હૃદયમાં જો ભાવ ન હોય તે માત્ર નામેચ્ચાર આપણને જીવનાધારની નજીક નહિ લઈ જઈ શકે. ભાવ વગરનું સ્મરણ વૃથા છે. વધુ ઊંડા ઊતરીને જોઈએ તે ભાવ વિનાનું સ્મરણ એ આધ્યાત્મિક અશકયતા જ છે. એવો કોણ છે જે તેનું નામધન હૃદયમાં પ્રાપ્ત કરે છતાં પ્રેમથી દ્રવિત ન થાય ? – ઈશ્વરનાં ચરણકમળનાં દર્શન કરે અને છતાં ભક્તિપૂર્વક તેમને નમન ન કરે ?