________________
૫૮
શ્રીસુખની
અષ્ટપદી - ૧૭ પદ ૧: શ્લોક ૨ અહીં “નામ શબ્દનો અર્થ “પ્રભુ પિતે જ
લેવું જોઈએ. કારણ કે, તેનું ધ્યાન કરવાની વાત છે. ગુરુની વાણીમાં “નામ” અને પરમાત્મા બંને શબ્દો સમાનાથે જ વપરાય છે.
શ્લોક ૪ અહીં સાદુ શબ્દ છે. તેને અર્થ નામ કરી લીધો છે. કારણ કે, તેને વક્તા એટલે રટનાર, જપનારની વાત પછી આવે છે.
અષ્ટપદી - ૧૮ પદ ૭: શ્લોક ૫: “ભ્રમને કારણે જન્મ-મરણમાં આવવા-જવાનું
ટળી ગયું– એવો અર્થ પણ જૂ અને જવન ને થઈ શકે. પદ ૮ શ્લોક ૫: “આ બધી સૃષ્ટિરચના કરીને તેમાં જેણે શક્તિ
પૂરી છે, તેવા પ્રભુને નાનક અનેક વાર વારી જાય છે -એ અર્થ પણ થઈ શકે.
અષ્ટપદી - ૧૯ પદ ૪ શ્લોક ૧ : “જે તત્ત્વવિચાર કહે (અને કરે) તે જ સાચે
માણસ છે; જે જન્મ્યા કરે છે અને મર્યા કરે છે, તેને - કાચે જાણો – એ અર્થ પણ થાય. પદ ૫ શ્લોક ૨ઃ પુત્ર, મિત્ર, કુટુંબ અને સ્ત્રી, એ બધામાં
ખરેખર તારું માલિક પણું શું છે ?” (એ બધાં તારાં નથી) એ અર્થ પણ કરાય છે. અથવા “સનાથને ચાલુ અર્થ પણ લેવાય? ““નાથ” તે તે કહેવાય કે જે કદી 2 - અસહાય ન છોડે. પણ આ બધાં તે મૃત્યુ બાદ તેને અસહાય - છૂટે છોડી દેવાનાં છે. એટલે તેમના વડે તું તારી જાતને “સનાથ' કેવી રીતે માની શકે?