________________
પૂર્તિ
૩૫૯ અષ્ટપદી - ૨૧ પદ ૮ શ્લોક ૧ : વિનુ માનુ એટલે કે અવ્યક્ત એવા મૂળ સ્વરૂપને
ભક્ત જ્યાં હોય છે, ત્યાં પ્રભુ પિતાને સ્વરૂપે પ્રગટ થાય છે, એવો અર્થ પણ લેવાય છે. પરંતુ અહીં સામાન્યપણે ભક્તની જ ચર્ચા હેઈ, પરમાત્માને ભક્ત - એ સીધે અર્થ જ લે ઠીક છે.
અષ્ટપદી – ૨૨ પદ ૩: શ્લોક ૩ઃ બીજી કડીને આ અર્થ પણ લેવાય છે –
“જે જે (જીવ) તેણે રચ્યો છે, તે તેનું જ ધ્યાન ધરે છે.' પદ ૪ શ્લોક ૨-૪ : આવો અર્થ પણ કરાય –
સેવકને સેવા એ જ પરમ ધર્મ છે. પરમાત્માના હુકમને બૂઝનારો તે પદ પામે છે. એ સિવાય બીજું કશું વધુ ઊંચું કરી શકાતું નથી.
“જેને મને નિરાકાર હરિ વસે છે, અને જે સિંનર ગુરુના ચરણ પૂજા કરે છે, તે બધાં બંધન તોડી
નિર્વેર બની રહે છે.” પદ ૫: શ્લોક ૩ : આવો અર્થ સામાન્ય રીતે કરાય છે –
જીવને આ ભવસાગર તરવાને એક જ ઉપાય છે કે, હરિના ગુણરૂપી અમૃતવાણી રટવી.”
અષ્ટપદી – ૨૩ પદ ૩ : ગ્લેક ૩ : બીજી કડીને એવો અર્થ પણ થાય –
કિંમત આપીને તે ખરીદી શકાય નહીં; તેમના ગુણે. અમૂલ્ય છે.”