________________
૩૪૪
-- શ્રીસુખમની સોદાગર છીએ. આપણો ધંધે સમૃદ્ધ બનવાને છે. જીવન એટલે પુષ્ટિ, તુષ્ટિ – સમૃદ્ધિ. વિશ્વહૃદયમાંથી આપણે આ પાર્થિવ ક્ષેત્રમાં અનુભવ એકઠી કરવા – આપણી જાતને સમૃદ્ધ કરવા આવ્યા છીએ.
વર્ષો અગાઉ જ્યારે હું મેટ્રિકની પરીક્ષામાં પાસ થયો, ત્યારે મેં કોલેજમાં જોડાવાનો વિચાર કર્યો. તે વખતે મારા જન્મસ્થળમાં
લેજ ન હતી. એટલે મારે મારી માતાથી ટા પડી બીજે ઠેકાણે જવાનું હતું. મારી માતાની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. થોડો વખત તે તેણે મને જવા જ ન દીધો. પછી ધીરજ એકઠી કરીને મને કહ્યું: ‘જા, અને જ્ઞાનભંડારથી સમૃદ્ધ થઈને મારી પાસે પાછો આવજે.” જે વિશ્વમાતૃહૃદયમાંથી આપણે આવ્યા છીએ, તેણે પણ આપણને એમ જ અનુભવ એકઠી કરી, સમૃદ્ધ થઈ તેની પાસે પાછા જવા મોકલ્યા છે. જીવન એ કમાણી છે : આપણે અહી વખર એકઠી કરવા આવ્યા છીએ.
આ વખર સાધના વિના નથી મળતી. જીવાત્મા જ્યારે જીવનનાં કર્તવ્ય અદા કરે છે, ત્યારે જ સમૃદ્ધ થાય છે. અહીં શ્રીકૃષ્ણને મહાન ઉપદેશ યાદ કરવા જેવો છે : કર્તવ્ય કર્મ કર ઉપનિષદના ઋષિઓની જેમ ગુરુઓ માનતા કે આ જગતને કાંઈક હેતુ છે. “ગ્રંથસાહેબમાં આપણે વારંવાર વાંચીએ છીએ કે, તેનું નામ સત્ છે, “તે છૂપે છતાં પ્રગટ છે ને પિતાનું ખેતર સાચવે છે. સાચે જ, તે પિતાનાં બાળકે ઉપર ખેતરમાં નજર રાખી રહ્યા છે. કોઈ પિતાની નિયત જગા ન છોડે એમ તે ઈચ્છે છે. બીજી જગાએ ગ્રંથસાહેબમાં કહ્યું છે : “જેણે આ જગત સર્યું છે, તેણે જ માણસનું આવવું-જવું પણ સર્જે છે;' – જેથી માણસે જીવનની શાળામાં કેળવાય અને દુઃખોથી નવાઈને તેના દરબારમાં જળહળે.
જીવનની શાળામાં આપણને ત્રણ પાઠ શીખવા મળે છે. પહેલે પાઠ આત્મનિગ્રહને મળે છે. છોકરાએ નિશાળમાં જઈ જ્ઞાન મેળવવું