________________
પરિશિષ્ટ – ૨
હેય, તે તેણે આત્મનિગ્રહ શીખવું જ રહ્યું. એકાગ્રના એ એક પ્રકારનો આત્મનિગ્રહ જ છે. પછી છોકરો મોટે થઈ માણસ બને છે. હવે તેણે તેની પત્નીને વિચાર કરવો રહ્યો. ધીમે ધીમે તે શીખે છે કે લગ્ન એ મેજ માટે નથી, પણ તે તે સાધના છે. ત્યારે જે સ્વાથ વાસનાઓ જાગે છે તે બધી માણવાની નહિ પણ દબાવતા જવાની હોય છે. મોટામાં મોટે પાઠ તે એ શિખાય છે કે જીવન એટલે સેવા છે. પતિ હવે કુટુંબને પિતા થાય છે. બાળ માંદુ પડે છે; માતાપિતાએ રાત ઉપર રાત જાગીને તેની શુશ્રષા કરવી જોઈએ— પિતાના પ્રિય બાળકને કારણે તપવું જોઈએ. બાળકે પણ મેટા થયા બાદ, પિતાનાં વૃદ્ધ માતાપિતા માટે ઘણી વસ્તુઓ તજવી ઘટે છે. આમ જીવનનો એક મોટામાં મોટે પાઠ તે એ શિખાય છે કે, જીવનની બક્ષિસમાં બીજાને પણ ભાગ છે : આદર્શની વેદિ ઉપર તેમની આહુતિ અર્પવાની છે....
આમ સાધના એ મનુષ્યની કેળવણું અને વિકાસની પ્રથમ રીત છે. “સુખમનીમાં બીજી એક રીત પણ બતાવવામાં આવી છે : સાધુસંગ-સત્સંગ. સાધુ કોને કહે એ પ્રશ્નનો જવાબ સુખમનીએ કેટલાંક સુંદર પદોમાં આપ્યો છે......
આજના નવજુવાને દલીલ કરે છે, બુદ્ધિ અને ધર્મને મેળ ખાતે નથી. તેમને ગુરુ કહે છે વિચાર તો કરે જ; પણ તે સાધુ પુરુષની સેબતમાં. ધર્મ બુદ્ધિવિરેાધી નથી; અને “સુખમનીમાં તે ધાર્મિક જીવનમાં વિચાર-મનનના મહત્વ વિષે અપ્રતિમ સૌંદર્યથી ભરેલાં અનેક પદો છે. ચિંતન-મનન વિનાને ધર્મ વહેમ થઈ જાય. માટે વિચાર તે કરવું જ જોઈએ. પરંતુ ગુરુ કહે છે તેમ, તે આપમેળે નહિ પણ પરમતત્વ સાથે એકતાર બનેલા સાધુઓ – મહાપુરુષોની સોબતમાં. સત્યની શોધમાં મહાપુરુષોની પ્રેરણાની જરૂર છે. વાતાવરણની અસર વિચારને વિકસિત થવામાં બહુ મદદ કરે છે. સાધુપુરુષોની સેબતના વાતાવરણમાં ચિંતનક્રિયાને મદદ મળે છે.