________________
પરિશિષ્ટ - ૨ મારા પર અસર કરતી બીજી બાબત તે “સુખમનીમાંથી નીકતે પરમાત્મા પ્રત્યેની ભકિતને સૂર છે; અને ત્રીજી બાબત તે ગુરુના સાનિધ્યનું વાતાવરણું. દરેક પદ “નાનક કહે છે એ વાકયથી જ પૂરું થાય છે. ગુરુ અજુન પિતાની જાતને પ્રથમ ગુરુ નાનકમાં સમાવી દે છે. અને તેથી જેમ જેમ હું “સુખમની'નાં પદો વાંચતા જાઉં છું, તેમ તેમ મને વધુ ને વધુ લાગતું જાય છે કે “સુખમની એ ઊંડા આધ્યાત્મિક અર્થમાં ગુરુ નાનકની જ વાણી છે. ગુરુ નાનકનું એક ચિત્ર છે – હું માનું છું કે તે કોઈ ભક્તહૃદય શીખનું ચીતરેલું છે. તેમાં એમ છે કે, ગુરુ નાનક એક વિશાળ વૃક્ષ નીચે બેઠેલા છે; એક બાજુ મરદાના છે અને બીજી બાજુ બાલો છે; ગુરુ પિોતે ઊંડા ચિંતનમાં મગ્ન છે. આવા જ વૃક્ષ નીચે બેસીને ગુરુ અને “સુખમની” લખાવી હતી. અને “સુખમની”નાં પદો વાંચતાં વાંચતાં મને કેટલીય વાર લાગ્યું છે કે, જાણે અનંત જીવનદર્શ પ્રભુ, નાનકના શિષ્યોની પેઠે, જીવાત્માને જીવનવૃક્ષ નીચે બેસવા બોલાવી રહ્યા છે.
ઉપર જણાવ્યું તેમ “સુખમનીને સંદેશો વ્યવહારુ છે. તે શાં અને શાંતિમાર્ગનું ગાન ગાય છે. તેને માર્ગ સંન્યાસી ઉદાસીનતાને નિષેધાત્મક નથી. આ જીવન મારફતે જ આપણે શાંતિ મેળવવાની છે. એક સુંદર પદમાં ગુએ “સુખમની”માં કહ્યું છે ? “આપણે અહીં “વખર” એકઠી કરવા આવ્યા છીએ.” વખર એટલે માલ, વેપારી માલ; અને એને સૂચિતાર્થ જીવનનું રહસ્ય એ છે. જીવનને ઘણી વાર મુસાફરી કે ભવસાગરમાં પર્યટન કહેવામાં આવે છે. પરંતુ ઉપરની કલ્પના અને તેના કરતાંય વધુ ભાવાવહ લાગે છે. આપણે આ જીવનમાં વેપાર કરવા, વનર ભેગી કરવા આવેલા સેદાગર છીએ; તેમાંથી ભાગી જવા કે ઉપરીતિપૂર્વક તેને તુચ્છકારવા નહિ, પણ દેશકાળની માયામાંથી આપણને પિત્ત તરફ બેલાવતા અનંત વિભુ સાથે અમુક સેદા કરી લેવા આવ્યા છીએ. આપણે