________________
પરિશિષ્ટ - ૨
૨૪૧ વાણી “ગ્રંથસાહેબમાં એકત્રિત કરી. તેને માટે તેમને ઘણું સહન કરવું પડયું : તે વખતની રાજસત્તાએ તેમને રિબાવીને મારી નાખ્યા. પરંતુ એમની દર્શનશ્રદ્ધા એક ક્ષણ પણ વિચલિત થઈ નહિ. તેમણે બાદશાહને સંભળાવી દીધું કે તેઓ ગ્રંથસાહેબમાં જરાસરખે પણ ફેરફાર ન કરી શકે. જે કરે, તે પછી તે સમન્વયને – મનુમાત્રના બંધુત્વને – જેને વિપ્રે વિવિધ રીતે વર્ણવે છે એવા એક પરમાત્માને ગ્રંથ ન રહે. પિતાના અંતરાત્માને બેવફા નીવડવા કરતાં તેમણે મોત પસંદ કર્યું. હિંમતભેર તેમણે બાદશાહને સંભળાવી દીધું: “સત્યને અનુસરતાં આ ક્ષણભંગુર શરીરનો નાશ થાય, તે તેને હું મોટું અહેભાગ્ય માની ખુશી થઈશ.”
આ સંતપુરુષમાં કવિને આત્મા હતું. તેમનાં પદો પરમ વિશ્વાત્માને—માનવસૃષ્ટિના પરમ ઐકયને – કવિહૃદયે આપેલી અંજલીરૂપ છે.
સત્યને તારી ઉપાસના બનાવ, શ્રદ્ધાને તારું આસન બનાવ. તારું શરીર એ દેવસ્થાન છે, તારે આત્મા એ પૂજારી છે, અને પરમ પુરુષોત્તમ એ તારે પંથ છે. દરેકના હૃદયમાં તે રહેલે છે,
દરેક વસ્તુ તેને “પસાર” છે. ગુરુનાં પદોમાં સુમધુર કાવ્યમય અને સાત્વિક રહસ્યપૂર્ણ આવી ઘણું લીટીઓ આપણને ઠેર ઠેર મળી આવે છે. ગુરુ કહે છે કે, સુખમની” સંતોના હૃદયમાં રહેલું છે. અને ગુરુના હૃદયમાં “સુખમની” હતું. તેમનું હૃદય પરમાત્માના સાનિધયથી નીપજતી શાંતિથી પરિપૂર્ણ હતું. સુખમની શબ્દનો અર્થ “મનની શાંતિ અથવા પ્રસન્નતા થાય છે. તેથી તેને હું “શાંતિ – પ્રસન્નતાની ગાથા” કહું છું. ગુના