________________
પરિશિષ્ટ - ૨
સુખમનીની શ્રેષ્ઠતા [અધ્યાપક ટી. એલ. વાસવાણી સુખમનીમાં ગુરુ અને પિતાને અંતરાત્મા ઠાલવ્યો છે. ગુરુ અજુનને મેં ચાર રૂપે ચિંતવ્યા છે. વ્યવસ્થાપક તરીકે, કવિ તરીકે, એક સમન્વયના દ્રષ્ટા તરીકે તથા ધર્મના શહીદ તરીકે. અને એમના એ રૂપની ભવ્ય મહત્તા જોઈ હું મંત્રમુગ્ધ થયો છું. તે ૧૬ મા સૈકામાં થઈ ગયા. વીસમી સદીના આપણે વિજ્ઞાન અને “સંસ્કૃતિનું ઉચ્ચાભિમાન ગમે તેટલું કરીએ; પણ ગુરુ અર્જુનની આગળ આપણે વામન માત્ર દેખાઈએ છીએ. તેમણે શીખોને એક જાતિ તરીકે સંગઠિત કર્યા; અમૃતસરનાં બાકી રહેલાં) સરોવર પૂરાં કર્યા; રામદાસપુર શહેરને વિસ્તીર્ણ કર્યું; હરમંદિરની આયોજન કરી અને તરણતારણ શહેર સ્થાપ્યું - બીજું એક શહેર સ્થાપવા માટે પણ તેમણે જમીન ખરીદી, જેનું નામ કરતારપુર પાડેલું. અને આવી આવી યોજનાઓ અમલમાં મૂકનારે આ પુરુષ કવિ-કછા પણ હતા. તેમને એ સત્યનું દર્શન થયું કે કુદરતની વિવિધ શક્તિઓમાં વાસ્તવિક રીતે જેમ એક જ શક્તિ રહેલી છે, (જેને હિંદુ ધર્મશાસ્ત્ર યોગ્ય નામ “શક્તિ' જ આપે છે,) તેમ જગતના વિવિધ ધર્મોમાં પણ એક જ ધર્મ રહેલે છે. એક ઉચ્ચ ભૂમિકાએથી ગુરુ અર્જુનને હિંદુ ભક્તિ અને મુસ્લિમ સાધનાને સુમેળ પ્રતીત થયો; અને તેથી, તે દિવસમાં વિરલ એવી હિંમત દાખવી, તેમણે હિંદુ સંતે અને મુસલમાન ફકીરની
૧. In the Sikh Sanctuary – એ પુસ્તકમાંથી.
૩૪૦