________________
પર અષ્ટપદી- ૨૦ - જીભ જે નિરંતર હરિ હરિ જગ્યા કરે, તે બહુ ભજન, વસ્ત્ર, અને સંગીતનું સુખ પ્રાપ્ત થાય. (૩)
હદયમાં પૂર્ણ ગુરુને ઉપદેશ ઠસી જાય (અને હરિના સ્મરણમાં લાગી જાય), એ જ સૌથી ઉત્તમ પુણ્યકાર્ય છે, શેભા છે અને ધનદોલત છે. (૪)
નાનક કહે છે, હે પ્રભુ, મને સંત પુરુષના સંગમાં રહેવાનું આપે, જેથી સર્વ સુખ અને આમપ્રકાશ પ્રાપ્ત થાય. (૫)
હવે પછીની છેલ્લી ચાર અષ્ટપદીઓ આખા ગ્રંથના ઉપસંહાર રૂપ છે. ૨૧ મી અષ્ટપદીમાં સૃષ્ટિરચના અને એક અદ્વિતીય જે બ્રહ્મતત્ત્વ તેનું નિરૂપણ કરવાથી શરૂઆત કરે છે. શાંકર વેદાંતના શુદ્ધ અઢતનું એમાં સમર્થન વાચક જોશે.