________________
असटपदी २१
सलोकु सरगुन निरगुन निरंकार
सुंन समाधी आपि । आपन कीआ नानका आपे ही फिरि जापि ॥२१॥
શબ્દાથ [ સરજુન = સગુણ; આકારયુકત. નિરગુન = નિર્ગુણ નિરાકાર. સુન સમાવી = શૂન્ય-સમાધિની અવસ્થા.].
અષ્ટપદી ૨૧
કલેક આપ જ સગુણ છે, અને નિર્ગુણ નિરાકાર અર્થાત શૂન્ય સમાધિ રૂપ પણ આપે જ છે.
નાનક કહે છે કે, આપે જ આ બધી સૃષ્ટિ રચી છે; અને આપ જ પાછા આપને જપો છો ! [૨૧]
૧. સૃષ્ટિરૂપે સાકાર થયેલા.–સપાટ
૨. સ્વરૂપમાં સ્થિત હોય ત્યારે એક–અદ્વૈત તત્વ રૂપે જ વિદ્યમાન હોવાથી, થાતા-દયેચની જુદાઈ ન હતાં નિવિકલ્પ-સમાધિ જેવી સ્થિતિમાં હોય છે. સુષ્ટિકાળે પણ સૃષ્ટિને નિમિત્તે તેમને કશે લેપ લાગતો નથી – કશે વિક્ષેપ નડતો નથી. –સંપા.
૩. વિવિધ જીવોની સૃષ્ટિ રચીને, તેમને પોતાને જપ કરાવી પાછી તેમને પિતાના અદ્વૈત સ્વરૂપમાં લીન કરી દે છે. સૃષ્ટિની રચના પરમાત્માના તરવસ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે જ છે, એ ભાવ. સંપા
૨૮૬