Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 356
________________ પરિશિષ્ટ – ૧ શીખ ઉદ્દબોધનની વિશિષ્ટતા આપણે જોયું કે, શીખભક્તિમાં ત્યાગ પર નહિ પણ પ્રપન્ન જીવન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આથી શીખધર્મ સંન્યાસને, અથવા જોઈએ તે કઈ પણ આચારપ્રધાન ધર્મવસ્તુને, હિંદના મૂળધર્મમાં જે સ્થાન અપાયું છે તે નથી આપતા. એ રીતે જ એ હિંદુધર્મમાં ન સુધારે છે, જેમ બૌદ્ધ કે જૈન ધર્મ હતા. છતાં મૂળમાં એ હિંદુધર્મની જ એક આવૃત્તિ છે એમ આ “સુખમની’ વાંચીને પણ વાચક જોઈ શકશે. આપણે જાણીએ છીએ કે, ગુરુ નાનકની આગળ ઈસ્લામી અને હિંદુ એ બે સંસ્કૃતિઓને સમન્વય કરવાનું કામ હતું. તેમણે જોયું કે સાચો મુસલમાન કે સાચા હિંદુ કોઈ જ દેખાતો નથી – બધા બાહ્ય આચારમાં સાચા ધર્મને ગૂંગળાવી રહ્યા છે. એટલે એમણે બેઉને ઉદ્દેશીને પિતાને ઉપદેશ આપવા માંડયો. એક ઈશ્વર છે, એ જ સમર્થ, સર્વને દાતા, કર્તાહર્તા છે; અને એની આગળ, “નાન કતમું નીચું જ છું (ગષની રૂ૩) નાતજાતની ઊંચનીચતા, બ્રાહ્મણનું અભિમાન, એકાધર્મ – આ બધું સ્વાભાવિક રીતે જ વખોડી કઢાયું. એટલે સુધી કે, ગુરુ નાનકના જીવનમાં માંસાહાર વિષે એક પ્રસંગ છે, જેની દલીલ આપણને જરા વિચિત્ર લાગે એવી છે, છતાં પ્રસ્તુત બાબતમાં જોવા જેવી છે. એક વાર એમને બ્રાહ્મણે પૂછે છે, “તમે માંસ ખાઓ છો !” ગુરુ નાનક એને ઉત્તર દે છે, “માંસમાંથી ઊપજયા છીએ, ને માંસમાં * સરખા સ્વામી વિવેકાનંદને વિલાયતથી કેટલાક મિત્રોને જવાબ --પોતાના ત્યાંના માંસાહાર વિષે.

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384