________________
પરિશિષ્ટ – ૧
૩૩૭
રહીએ છીએ એ નથી જોતા ? ભક્ષ્યાલક્ષ્મના ઝઘડા કરે પણ ઈશ્વરને ન જાણે તે મૂર્ખ છે. અને તમારાં (યજ્ઞનાં) બલિદાન તે જુએ ! પુરાણ તથા કુરાનમાં માંસ વિહિત છે. ચારે બ્રુગમાં તે ખવાતું !” તે વખતની ચેાકાધની જડતા તથા ઇસ્લામની માંસાહારની છૂટ જોતાં જ આપણને આ બચાવ ક્ષમ્ય લાગશે.
શીખધના આ બધા ફેરફારા ઇસ્લામ-માન્ય થાય એવા હતાઃ એકેશ્વરવાદ, સૌની સમાનતા, આભડછેટના ત્યાગ. એ જ વસ્તુ શીખગુરુઓની નવી હતી જે ઇસ્લામને ન માન્ય થાય : (૧) બધા જ ધર્માંત્રથાની જેમ કુરાન પણ મનુષ્યકૃતિ છે; (૨) પેગમ્બરની અદ્રિતીયતા નથી. અને ગુરુ અર્જુને નવા ગ્રંથ ઊભા કર્યાં એ વિરેાધની નવી વસ્તુ થઈ. પણ હિંદુઓના આચારધર્મના તે તેમાં જ્યાં ત્યાં વિરાધ હતા. જો કે, શીખ ધર્મસિદ્ધાંતા તેમની માન્યતાને આધાતક નહેાતા, કેમકે તે બધાને હિંદુધર્માંમાં સ્થાન હતું તે છે. આમ છતાં, એ એક વિચારવા જેવી વસ્તુ છે કે, શીખધમ ને ઇસ્લામધમી ઓને જ ખૂબ વિરોધ સહેવા પડયો અને ઇસ્લામીઆએ એને તોડી પાડવા બનતુ
કર્યુ..
પણ એ ઐતિહાસિક વાત આપણે અહી છેાડવી જોઈ એ. અને સંન્યાસ તથા ત્યાગનું શીખવધાન તપાસવા તરફ વળવું જોઈ એ. ઊંચનીચના ભાવ તજવાની સાથે માણસ માણસ વચ્ચે સમાનદષ્ટિ આવી. સાથે જ ગરુઓએ સ્ત્રીનું પણ ગૌરવ કર્યું. કાઈ એ ગુરુ નાનક આગળ સ્ક્રીનિંદા કરી. તેને એધ આપતાં ગુરુ કહે છે :
--
૨૨
"सो किड. मंदा आखीए
जिउ जन्महि राजानु ?
भंड ही भंडु उपजे, भंडै वाझु न कोई.
""