________________
૩૧૬
શ્રીસુખમની
बाणी प्रभकी सभुको बोलै । आपि अडोलु न कबहू डोलै ॥२॥ सरब कला करि खेलै खेल। मोलि न पाईऐ गुणह अमोल ॥३॥ सरब जोति महि जाकी जोति । धारि रहिओ सुआमी ओति पोति ॥४॥ गुर परसादि भरमका नासु । नानक तिन महि एहु बिसासु ॥५॥
શબ્દાથ
[ સલીમર = શશી, ચંદ્ર. મતિ પતિ = ઓતપ્રેત.]
ર૩- ૩ વેદ, પુરાણ કે સ્મૃતિમાં જે; તે ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર બધાંમાં તે એક જ છે (એવું વર્ણન કરેલું જણાશે). (૧)
સૌ (શા ) પ્રભુની વાત જ કહે છે. એ અડોલ પરમાત્મા કદી ડગતા નથી – સર્વદા સત્ય જ રહે છે. (૨)
આ બધી (ષ્ટિરૂપી) કળા વિસ્તારીને તે ખેલ ખેલી રહ્યા છે. તેમના અમૂલ્ય ગુણોનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. (૩)
૧. “સૌ છે પ્રભુએ આપેલી વાણું જ વદે છે,”-એ અર્થ પણ થાય. સંપા
૨. આ બધી સૃષ્ટિને પસાર કરવા છતાં તે ક્ષીણ થતા નથી – ઘસાતા નથી – એવો અર્થ પણ થાય. – સંપા.
૩. “કલા” એટલે શક્તિ – સાધન, એવો અર્થ લઈએ તો પોતાની સર્વ સાધનસામગ્રી કે અભુત શક્તિ કામે લગાડીને તે આ સૃષ્ટિ રૂપી ખેલ ખેલી રહ્યા છે', એવો અર્થ થાય. -સપાટ