________________
શ્રીસુખમની
શબ્દાથ [૩રત = સ્તુતિ. પુર = એકાગ્ર. વદુર = ફરી વાર. આવા નાગુ = આવાગમન; જન્મ-મરણના ફેરા. લટિ = કમાઈ જાય. ]
હે સંત-મિત્રે, પ્રભુની સ્તુતિ સાવધાન થઈને, એકાગ્ર ચિત્ત કરે. (૧)
આ “સુખમની સહજ સુખરૂપ એવા ગોવિંદના ગુણ અને નામરૂપ છે; એ જેના મનમાં વસે, તે (ગુણ તથા સુખને) ભંડાર બની રહે. (૨) " તેની બધી ઈચ્છાઓ પૂરી થાય, અને સકલ લોકમાં તે સખિયે થઈને જાણીતે થાય; (૩)
સૌથી ઊંચું એવું સ્થાન તે પામે; અને ફરી પાછું તેને (જન્મ-મરણના ફેરામાં) આવવા-જવાનું ન રહે. (૪)
નાનક કહે છે કે, એ “સુખમની જેને પ્રાપ્ત થાય, તે માણસ હરિધન કમાઈને જ વિદાય થાય. (૫)
આ બધું ગાન ગુએ એ જ ગોવિંદના ગુણગાન કરવાને માટે ગાયું છેઃ સુખમનીને એ જ ઉદ્દેશ છે –
સુખમની સહજ ગોવિંદ ગુણ નામ.”
૨૪ – ૬ નવેમ નાંતિ શિધ નવ નિધિ ! ' बुधि गिआनु सरब तह सिधि ॥१॥
૧. “સુખમની” શબ્દના જુદા જુદા અર્થ લઈને આ કડીના આવા અર્થ પણ થઈ શકે –
ગેવિંદના ગુણ અને નામ મનને સહજ સુખ આપનાર છે.”
અથવા, ગેવિંદના ગુણ અને નામ સહેજે સુખના મણિરૂપ છે.” (પારસમણિની જેમ સુખ-મણિ.)-સંપા